ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ  દ્વારા પારિવારિક મિલનનો કાર્યક્રમ


SHARE











મોરબી ભારત વિકાસ પરિષદ  દ્વારા પારિવારિક મિલનનો કાર્યક્રમ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું પારિવારિક મિલન તાજેતરમાં રાધે ફાર્મ, ધુનાડા ખાતે યોજાયું હતું આ કાર્યક્રમ આર.એસ.એસ. મોરબી જિલ્લા સહ કાર્યવાહ પિન્ટુભાઈ મેરજા  અને રાધે ફાર્મ હાઉસના ઓનર મનસુખભાઈ પરેચાનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આર.એસ.એસ. રાજકોટ વિભાગ બોદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલિયા તથા રીજીયન જનરલ સેક્રટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત GVCA પ્રકલ્પ સહ સંયોજક દિલીપભાઈ પરમાર તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત NGSC પ્રકલ્પ સહ સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરિષદના નાના બાળકો માટે વિનોદભાઈ મકવાણા તેમજ યુવાનો માટે ડો. ઉત્સવભાઈ દવે અને મહિલાઓ માટે શાખા મહિલા સંયોજીકા દર્શનાબેન પરમાર દ્વારા અલગ અલગ રમતો રમાડવામાં આવેલ હતી અને વિજેતા થયેલ બાળકોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાખાના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલીયા જેઓ મોરબી વોલ ટાઈલ્સ એશોસીએશનના પ્રમુખ તરીકે બીજી ટર્મમાં બિનહરીફ વરણી કરવામાં આવેલ છે જેથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આર.એસ.એસ. મોરબી જિલ્લાના સહ કાર્યવાહ પિન્ટુભાઈ મેરજા દ્વારા શાખાનું સમાજ અને  રાષ્ટ્ર નિર્માણમાં કેટલું મહત્વ છે એ બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને દિલીપભાઈ પરમાર દ્વારા વર્ષ 2023/24 ના શાખાના પાંચ શ્રેષ્ઠ સભ્યોની ઘોષણા કરવામાં આવી હતી જેમાં વિનુભાઈ મકવાણા, વિપુલભાઈ અમૃતિયા, હિરેનભાઈ ધોરિયાણી, રાજેશભાઈ સુરાણી અને પરેશભાઈ મિયાત્રાનો સમાવેશ થાય છે અને તેઓને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાખા પ્રમુખ ડો.જયેશભાઈ પનારા દ્વારા આવતા વર્ષના કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક વિશાલભાઈ બરાસરા, પંકજભાઈ ફેફર, ધ્રુમિલભાઈ આડેસરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News