મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં


SHARE







મોરબીના જુના નાગડાવાસ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતા સારવારમાં

મોરબીના જુના નાગડાવાસ ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામની સીમમાં ઝાલાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જશુબેન કાળુભાઈ ચમાર (૨૨) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો છે જોકે તેને કયા કારણોસર આ પગલું ભરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે

બાઇક ચોરી

મોરબીના રણછોડનગર શેરી નં-૧ માં રહેતા વેપારી યુવાન ચંદ્રકાંતભાઈ દેવાભાઈ સુમળ જાતે બ્રાહ્મણ (૩૦) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ફાટક વાળી ચોકડી પાસે જુના કોમ્પલેક્ષની બાજુમાં તેને પોતાનું બાઈક નંબર જીજે ૧૦ સીબી ૪૮૮૫ ને  કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઇક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક જરૂર કરેલ છે






Latest News