મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં વિશેષ તપાસ માટે કરાયેલ અરજીમાં સુધારો કરવા થયેલ અરજી કોર્ટમાં ના મંજુર


SHARE







મોરબીના ઝૂલતા પુલ કેસમાં વિશેષ તપાસ માટે કરાયેલ અરજીમાં સુધારો કરવા થયેલ અરજી કોર્ટમાં ના મંજુર

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કલમ ૩૦૨ નો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે વિષેશ તપાસ માટે અરજી કરવામાં આવી હતી આ વિશેષ તપાસ માટેની અરજીના કામે સુધારો કરવા થયેલ અરજી કરવામાં આવી હતી જેને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ના મંજૂર કરી હોવાનું જાણવા મળેલ છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ જેટલા લોકોના મોત નિપજ્યા હતા ત્યારબાદ તે અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાં હાલમાં ચાલી રહ્યો છે દરમિયાન ઝૂલતા પુલ દુર્ઘટના બાદ બનેલ વિકટીમ એસોસિએશન દ્વારા આ ઘટનાની વિશેષ તપાસ માટે થઈને મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેના કામે સુધારો કરવા થયેલ અરજી આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે મેસર્સ અજંતા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આરોપી તરીકે સામેલ રાખીને તપાસ કરવી જોઈએ, કંપનીનું પુસને લગતું તમામ સાહિત્ય કબજે કરવું જોઈએ, ડાયરેક્ટર-મેનેજર તથા મેનેજિંગ ડિરેક્ટરનો રોલ તે અંગેની તપાસ થવી જોઈએ, કલેકટર કચેરી સાથે કરવામાં આવેલા તમામ પત્ર વ્યવહારોષ કબજે કરવા જોઈએ, જુલતા પુલથી થયેલ આવક અને ખર્ચના હિસાિરરરબો મેળવવા જોઈએ, જરૂરી સાહેદોના નિવેદન લેવા જોઈએ તેમજ આ ગુનામાં અગાઉ પકડાયેલા અને જામીનમુક્ત થયેલા આરોપીઓને ૩૦૨ ના ગુના માટે ધરપકડ કરવા જોઈએ, અજંતાના તમામ ડિરેક્ટરોને આરોપી તરીકે જોડવા જોઈએ અને સૌથી મોટી વાત અજંતા દ્વારા સંચાલિત આ ઝુલતા પૂલ ની કેપેસિટી દર્શાવતા કોઈ રૂલ્સ કે ઓર્ડર હોય તો તેને કબજે લેવા જોઈએ અને આ કેસમાં ૩૦૨ ની કલમનો ઉમેરો કરવો જોઈએ તે પ્રકારની સુધારો કરવા થયેલ અરજી ડિસ્ટ્રીક કોર્ટે ના મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીઓ તરફે વકીલ તરીકે અનિલભાઈ દેસાઈ, રજનીબા રાણા, રૂપસિંહ પરમાર, એસ.આર.. ઝાલા અને હરેશભાઈ મહેતા રોકાયેલા છે તેમજ વિકટીમ એસો. દ્વારા કરવામાં આવેલ વિશેષ તપાસ માટેની અરજીની આવતીકાલે તા. ૧૪ ના રોજ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સુનાવણી રાખવામાં આવેલ છે






Latest News