મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે થયેલ અપહરણ બનાવમાં એકની ધરપકડ


SHARE







મોરબીના ભરતનગર ગામે થયેલ અપહરણ બનાવમાં એકની ધરપકડ

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામેથી ગત ડિસેમ્બર માસમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે અંગે નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન આરોપી આગોતરા જામીન સાથે તાલુકા પોલીસ સમક્ષ રજૂ થતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને કોર્ટનો હુકમ હોય જામીન મુક્ત કરવામાં આવ્યો હતો.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું બે મહિના પહેલા ગત ડિસેમ્બર માસમાં અપહરણ કરવામાં આવ્યું હતું.તે બાબતે ભોગ બનેલ સગીરાના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.સગારકાને સોંપવામાં આવી હતી.દરમ્યાનમાં આરોપી ભગવાનજી બાબુભાઇ સાવરીયા (ઉમર ૨૯) રહે.હાલ લાલપર તા.જી.મોરબી મૂળ રહે. જેલ ચોક સામે લીલાપર રોડ મોરબી ગઈકાલ તા.૧૧ ના આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ રજૂ થયો હતો.જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી જોકે આગોતરા જામીન હોય કોર્ટના હુકમ મુજબ તેની પૂછપરછ કર્યા બાદ તેને જામીનમુક્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપરમીલ નજીક રહેતા મયુરભાઈ શીવાભાઈ રાઠોડ (ઉમર ૨૨) અને જ્યોતિબેન મયુરભાઈ રાઠોડ (ઉમર ૨૨) ને તા.૧૦-૩ ના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી દ્વારા મારામારીના બનાવ અંગે નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાઈ હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સંજયભાઈ નટવરલાલ રાણેવાડીયા નામના ૫૫ વર્ષના આધેડને મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ પોલીસ ચોકી પાસેથી પગપાળા જતા સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News