મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વહીવટદાર શાસનમાં પાલિકા દ્વારા કરાયેલ કામની ગુણવતા સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ !


SHARE







વાંકાનેરમાં વહીવટદાર શાસનમાં પાલિકા દ્વારા કરાયેલ કામની ગુણવતા સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ !

વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી છે અને હાલમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં સીસી અને પેવરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે જો કે, રોડ ઉપર યોગ્ય લાઈન લેવલ જળવાતું ન હોવાની તેમજ અત્યંત નબળી કક્ષાની કામગીરી થતી હોવાનો આક્ષેપ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ  સોમાણી દ્વારા કરવામાં આવેલ છે

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ  સોમાણીએ ગત તા. ૭/૧૦/૨૩ નાં રોજ પાલિકાના વહીવટદારને પત્ર લખીને નબળી કક્ષાની કામગીરી થતી ધ્યાન દોર્યું હતું અને સીસી રોડની કામગીરી બંધ કરી આ કામગીરી ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા કરી મજૂરી કામ કરાવવા તેમજ માલ સામાન પાલિકા દ્વારા ખરીદી કરી રોડના કામો કરાવવામાં આવે તો પાલિકાને આર્થિક ભારણ ન પડે અને કામની ગુણવતા જળવાઈ રહેશે તેવું સુચન કર્યું હતું તેમ છતાં કામગીરી અટકાવાઇ ન હતી. જેથી કરીને તા ૧૮/૧ ના રોજ મોરબી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પણ સોમાણીએ કલેકટરને પત્ર લખીને વાંકાનેર પાલિકા દ્વારા વહીવટી શાસનમાં ચાલતા સીસી રોડની કામગીરી પૂરી થઈ ગઈ છે તેની ગુણવતા અત્યંત નબળી છે તેનું જણાવ્યુ હતું તેમ છતાં કોઇ જ પગલાં લેવાયા નથી !. અગાઉની સંકલન બેઠક વખતે તાજેતરમાં બદલી પામેલા કલેકટર હતા ત્યારે શું નિર્ણય તેમના દ્વારા લેવાયા હતા. તે ચેક કર્યા પછી વર્તમાન કલેકટર જણાવશે તેવું કહેલ છે વધુમાં ધારાસભ્યએ જણાવ્યુ છે કે, વાંકાનેરમાં વહીવટી શાસન પહેલા અને પછીના કામોને ચેક કરવામાં આવશે તો જમીન આસમાનનું અંતર તેમાં જોવા મળશે આ બાબતે યોગ્ય તપાસ કરી રિપોર્ટ કરવો જરૂરી છે 






Latest News