મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં લેંકો એલ્યુમની એસો. દ્વારા વિદ્યાર્થી સન્માન-ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં લેંકો એલ્યુમની એસો. દ્વારા વિદ્યાર્થી સન્માન-ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવલે લખધીરજી એન્જીનીયરિંગ કોલેજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન લેંકો એલ્યુમની એસો. કાર્યરત છે અને દર વર્ષે ગોલ્ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનવા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં સ્નેહમિલન માટે કોલેજના સહયોગમાં રહીને ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે

મોરબીમાં આવેલ લખધીરજી એન્જીનીયરિંગ કોલેજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવ્યા હતા જેમાં ઘણા વિદ્યાર્થીઓએ તો ૪૦થી ૫૦ વર્ષ પછી નોકરી અને વ્યવસાયમાંથી નિવૃત્ત થાય પછી આવ્યા હતા ત્યારે હાલ કોલેજમાં અભ્યાસ કરતાં થનગનતાં વિદ્યાર્થીઓની મુલાકાત કરી હતી અને લેંકો એલ્યુમની એસો. દ્વારા ગોલ્ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનવા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓએ પણ પોતાની ઉમર ભૂલીને વૃદ્ધ અવસ્થાએ પણ ધમાકેદાર ડાન્સ કર્યો હતો અને ગોલ્ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અહીથી અભ્યાસ કરીને ગયેલા ઇજનેરોમાંથી જે જૂના વિદ્યાર્થીઓએ આવ્યા હતા તેને પોતાના કોલેજના દિવસો યાદ કાર્ય હતા અને નાની વયે સરકારના GWIL વિભાગના મુખ્ય ઈજનેર તરીકેના સર્વોચ્ચ હોદ્દા પર નિમાયેલા પ્રથમ મહિલા ઈજનેર લેંકો ધારા વ્યાસના અતિથિવિશેષપદે આયોજિત આ કાર્યક્રમમાં લેંકો એલ્યુમની દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરનાર અન્ય ઈજનેરોને પણ સન્માનાયા હતા આ એસોસિએશનની કાયમી ઓફિસ તેમજ અદ્યતન લેન્ગવેજ લેબોરેટરીનું ઉદઘાટન કરી કોલેજને અર્પણ કરાયા હતા અને પ્રિન્સિપાલ સુથાર અને સ્ટાફ સાથે લેંકો એલ્યુમનીના વર્તમાન કાર્યવાહકો મેનપરા, ઉભડીયા, જયદેવ શાહ, હુંબલ વિગેરે મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી






Latest News