ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી


SHARE











મોરબીમાં યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી

૮ મી માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત કાર્યક્રમ યોજાવામા આવી રહ્યા છે.સાથોસાથ આપણુ ભારતભરમા આજે શિવ શક્તિનુ મહાપર્વ એવું મહાશિવરાત્રી પર્વ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશનના મહિલા સભ્યો દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નારી શક્તિ તથા મહિલા સશક્તિકરણ અંતર્ગત મોરબી શહેરને સવસ્છ તથા સુંદર રાખવા માટેનુ મહત્વનુ યોગદાન આપતા એવા મહિલા સફાઈ કામદારોનુ ગીફ્ટ આપીને સાદર સન્માન કરવામાં આવ્યું હતું.આજે નારી એક શક્તિ બનીને દરેક ક્ષેત્રમાં આગવી ભૂમિકા ભજવી રહી છે.જે ગર્વની વાત છે. પરંતુ આવા મહત્વના દિવસોમા‌ લોકો મુખ્યત્વે પ્રોફેશનલ સફળતા પ્રાપ્ત કરતા મહિલાઓ ઉપર જ ફોકસ કરતા હોય છે.ત્યારે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસ અંતગર્ત મોરબીના મહિલા સફાઈ કર્મચારીઓનુ પણ સન્માન કરવામાં આવતા તેઓ ખૂબ આનંદિત થયા હતા અને તેમના સન્માન બદલ યુવા શક્તિ ફાઉન્ડેશનના મહિલા સભ્યોનો વળતો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News