મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડ નવા બનેલ પુલનું ગાબડું બુરવા મથામણ શરૂ: ગુણવતા-મજબૂતી સામે કાયમી ધોરણે સવાલ ઊભા


SHARE







મોરબીના બાયપાસ રોડ નવા બનેલ પુલનું ગાબડું બુરવા મથામણ શરૂ: ગુણવતા-મજબૂતી સામે કાયમી ધોરણે સવાલ ઊભા

મોરબીના બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ ઓફિસ પાસે તાજેતરમાં જ કોન્ટ્રાકટર દ્વારા નવો બ્રિજ બનાવવામાં આવેલ છે જે બ્રિજમાં આજે સવારે કોઈ કારણોસર મોટું ગાબડું પડ્યું હતું જેથી કરીને તાત્કાલિક અસરથી પુલનો એક બાજુનો પુલ બંધ કરી દેવામાં આવેલ છે અને હાલમાં પુલને રીપેર કરવા માટેની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે જો કે, તેનું ગુણવતા અને મજબૂતીની સામે કાયમી ધોરણે સવાલો ઊભા રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

કચ્છ જિલ્લાને સૌરાષ્ટ્રની સાથે જોડતો રસ્તો મોરબીના બાયપાસ રોડ ઉપરથી નીકળે છે અને આ રોડ ઉપર જૂની આરટીઓ ઓફિસ પાસે લગભગ દોઢ વર્ષ પહેલા જ નવો પુલ બનાવવામાં આવે છે આ પુલ ઉપરથી આજે સવારે વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર શુક્રવારે સવારે ૧૦ વાગ્યાના અરસામાં મચ્છુ નદી ઉપર મચ્છુ-3 ડેમ પાસે જે પુલ બનાવવામાં આવેલ છે તે પુલમાંથી મસમોટું ગાબડું પડ્યું હતું જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય તે માટે સલામતીના ભાગરૂપે તાત્કાલિક આ પુલની એક સાઈડને બંધ કરી દેવામાં આવી હતી 

મોરબીના બાયપાસ રોડ ઉપર બનાવવામાં આવેલ પુલમાં પડેલ ગબડુ એક જાગૃત નાગરિકોને દેખાતાની સાથે જ તેને મોટી દુર્ઘટના બને તે પહેલા ત્યાં વાહનોને જતાં રોક્યા હતા અને પુલમાં પડેલા ગાબડાંના લીધે તે રસ્તાને બંધ કરાવ્યો હતો જે અંગેની જાણ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાને થતાની સાથે જ તેઓ કોંગ્રેસની ટીમ સાથે ત્યાં દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે, ૩૦૦ કરોડના ખર્ચે રોડ અને પુલના કામ કરવામાં આવી રહ્યા છે તે કામમાં બેદરકારી રાખનારા કોન્ટ્રાકટર અને ફરજમાં બેદરકારી રાખનારા અધિકારીની સાથે આકરા પગલાં લેવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી

મોરબી નજીકના મચ્છુ-3 ડેમ સાઈટની બાજુમાં નદી ઉપર નવો પુલ બનાવવામાં આવેલ છે અને દોઢ વર્ષ પહેલા પુલ બન્યો છે તેમાં અત્યારથી જ ગાબડાં પાડવા લાગેલ છે જો કે, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કહેવા મુજબ કોન્ટ્રાકટર નબળું કામ કરે છે તે અંગેની અને ગોકળગતી કામ કરે છે તેની તેઓએ જવાબદાર અધિકારીને ટેલિફોનિક આઠથી દસ વખત રજૂઆત કરી હતી અને એક વખત નબળા કામ માટે પત્ર પણ લખેલ હતો જો કે, અધિકારીએ કામ રાખનાર એમ.કે.સી. કંપની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી અને હાલમાં પુલમાં ગાબડું પડ્યુ છે તેના લીધે સરકાર બદનામ થઈ રહી છે ત્યારે આવા બેદરકાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી લાગણી ધારાસભ્યએ વ્યક્ત કરેલ છે

હાલમાં પુલ ઉપર જે ગાબડુ પડેલ છે તેના લીધે આરપાર નીચે નદી સુધી દેખાઈ તેવું થઈ ગયેલ છે જો કે, આ ગાબડું પડ્યા પછી કોઈ ઘટના ન બને તે માટે હાલમાં આડશ કરવામાં આવેલ છે અને વહેલમાં વહેલી તકે તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેના માટે કોન્ટ્રાકટરના માણસો અને માર્ગ મકાન વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા જો કે, પુલના ગાબડાં કે પછી ગુણવતા વિષે કશું પણ કેમેરા સામે બોલવાની તેમણે લાજ કાઢી લીધી હતી અને રિપેરિંગ કામ કરવા લાગ્યા હતા જો કે, પુલને રીપેર કરવામાં આવ્યા પછી તેની ગુણવતા અને મજબૂતીની સામે આજીવન સવાલ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૬ માં ,મોરબી રાજકોટ ફોરલેનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને આજે વર્ષ ૨૦૨૪ ચાલી રહ્યું છે તો પણ હજુ સુધી કામ સો ટકા પૂરું કરવામાં આવેલ નથી ત્યાં પુલમાંથી ગાબડાં પાડવા લાગ્યા છે અને રસ્તામાં ખાડા પાડવા લાગ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરની કામગીરી અને અધિકારીનું સુપરવિઝન બંને સામે સવાલો ઉઠી રહયા છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News