વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં મહિલાએ અંતિમ પગલુ ભર્યુ


SHARE











વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં ફાંસો ખાઇને મહિલાનો આપઘાત

વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સંસ્કાર જોન્સન સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર ની અંદર મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપી ના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સંસ્કાર જોન્સન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સીતા અંબાસિંગ આહિરવાડ (૨૪) નામની મહિલાએ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃત દેહને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી પ્રમાણે મૃતક મહિલાના પતિને માનસિક તકલીફ થઈ જતા રખડતું ભટકતું જીવન ગાળતા હતા અને કોઈ કામ ધંધો કરતા ન હતા જેથી કરીને કંટાળી ગયેલ મહિલાએ એક વર્ષ પહેલા તેના માતા પિતાના ઘરે રહેવા માટે આવી ગયેલ હતી અને દરમિયાન તેણે પોતાની જાતે લેબર કવાર્ટરમાં  પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

 

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીમાં આવેલ ન્યુ રેલવે કોલોનીમાં રહેતા જીતરાજસિંહ જયપાલસિંહ જાડેજા (૧૮) રેલવે સ્ટેશન નજીક પાણીના ટાંકા પાસે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી ઇજા પામેલા યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News