મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી પકડાયો


SHARE







વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી પકડાયો

મોરબીના પીપળીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાંથી વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવામાં આવ્યો હતો.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા બાતમીના આધારે મોરબીના પીપળીયા ગામની સીમમાં આવેલ કયોર અર્થ પ્રોડક્ટ નામના યુનિટમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ફરાર આરોપી નિતીન જગદીશભાઈ વસાવા રહે.નવી નગર ભરથાણા તા.કરજણ જીલ્લો વડોદરા વાળો ભોગ બનનાર યુવતી સાથે મળી આવ્યો હતો.જેથી હાલ બંનેને વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા તપાસના કામે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વૃદ્ધા સારવારમાં

માળિયા મીંયાણાની માલાણી શેરીમાં રહેતા મરીયમબેન આદમભાઈ માલાણી નામના સિતેર વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓ બાઈકના પાછળના ભાગેથી અકસ્માત નીચે પડી જતા ઈજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ થતા તપાસ અધિકારી ડી.એ. વાગડિયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી સાગર હરજીભાઈ પરમાર (ઉમર ૨૪) નામના યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા દ્વારા મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર ઇજાઓ થવાથી બાબજીભાઈ પાસાજીભાઈ સમા (ઉંમર ૩૪) રહે.નંદાસર રાપર જી.કચ્છ ને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવવાની નોંધ કરી તપાસ કરી હતી






Latest News