મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વૃદ્ધ દંપતીને માર મારીને કરવામાં આવેલ લૂંટના ગુનામાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર !


SHARE







મોરબી જીલ્લામાં વૃદ્ધ દંપતીને માર મારીને કરવામાં આવેલ લૂંટના ગુનામાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર !

મોરબી જીલ્લામાં હત્યાનો પ્રયાસ, હત્યા, લૂંટ અને લૂંટનો પ્રયાસ ચોરી વિગેરે જેવા ગુના ઘણા બને છે તેમાંથી કેટલા ગુનાના ભેદ ઉલેકતા નથી તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સરદારનગરમાં રહેતા વુદ્ધ દંપતીના ઘરમાં રાત્રિના સમયે ચાર અજાણ્યા શખ્સો થોડા દિવસો પહેલા ઘૂસી ગયા હતા અને વૃદ્ધ દંપતિને માર મારીને તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ વૃદ્ધાએ ફરિયાદ નોંધાવેલ છે તેને આજે ૧૮ દિવસ થઈ ગયા છે તો પણ લૂંટના ગુનામાં આરોપી પકાયેલ નથી અને પોલીસને આરોપીઓ સુધી પહોચવા માટેની કોઈ મહત્વની કડી પણ મળેલ નથી

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણી (૬૬) અને તેના પત્ની જશુબેન મગનભાઇ સુરાણી (૬૧) ફેબ્રુઆરી તા ૪ ને રવિવારે રાતના સમયે ઘરમાં હતા દરમિયાન રાત્રીના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચાર શખ્સો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને મગનભાઈના પત્ની રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં બાથરૂમ કરવા માટે થઈને પોતાના ઘરમાં આવેલ બાથરૂમમાં ગયા હતા અને ત્યાંથી તે પરત પોતાના ઘરમાં જતા હતા ત્યારે ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા શખ્સોએ તેમને ધક્કો મારીને ઓસરીમાં પાડી દીધા હતા અને ઘરમાં ઘુસીને લુંટ કરી હતી જે બનાવની ભોગ બનેલ જશુબેન મગનભાઇ સુરાણીએ ચાર અજાણ્યા શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી

જેમાં જણાવ્યુ હતું કેજે અજાણ્યા શખ્સો ઘરમાં આવી ગયા હતા તેને ત્યાં સૂતેલા મગનભાઈ સુરાણીને માથા અને કાનના ભાગે લાકડાનો ધોકો મારીને ઇજા કરી હતી તેમજ તેઓના પત્નીને ડરાવ્યા ધમકાવ્યા હતા અને તેઓએ કાનમાં પહેરેલા સોનાના બૂટિયા તેમજ કબાટમાં રાખેલા સાત જોડી ચાંદીના સંકળા તથા ૫૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરી હતી ત્યાર બાદ આ શખ્સો ત્યાંથી ૪૫,૦૦૦ થી વધૂનો મુદામાલ લઇને નાસી ગયેલ છે  બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવેલ હતી અને ડોગ સ્કવોડ પીપળીયા ચોકડી સુધી આવી હતી તેવી માહિતી જે તે સમયે સામે આવી હતી જો કેઘરમાં સુધીને લુંટ કરીને નાસી ગયેલ ચારેય શખ્સો હજુ સુધી પકડાયેલ નથી અને કયારે પકડાશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે 

અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લામાં ચોરી અને ચોરીનો પ્રયાસલૂંટ અને લૂંટનો પ્રયાસધાડ અને ધાડનો પ્રયાસ,  હત્યા અને હત્યાનો પ્રયાસજુગારનસીલા પદાર્થોનું વેચાણ વિગેરે જેવી પ્રવૃતિઓ અને ગુના અવારનવાર સામે આવે છે જેથી પોલીસની પેટ્રોલિંગ સહિતની કામગીરી સામે સવાલો ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં ૧૮ દિવસ પહેલા સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરને ઘૂસીને અજાણ્યા ચાર શખ્સો દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે તે આરોપી ક્યારે પકડાશે તે કહેવું પણ મુશ્કેલ છે કેમ કે, આરોપી સુધી પહોચવાની કોઈ નક્કર કડી પણ આજ દિવસ સુધી પોલીસને મળી નથી






Latest News