મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ડેમુ ટ્રેન હડફેટે ચડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન ત્રીજા દિવસે રાજકોટમાં મોત


SHARE







મોરબીમાં ડેમુ ટ્રેન હડફેટે ચડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન ત્રીજા દિવસે રાજકોટમાં મોત

મોરબીમાં નટરાજ ફાટક પાસેથી ડેમુ ટ્રેન થોડા દિવસો પહેલા પસાર થઈ રહી હતી ત્યારે રેલ્વે ટ્રેક ઉપર એક યુવાન સૂતો હતો જે તેની હડફેટે ચડી ગયો હતો જેથી કરીને ગંભીર રીતે ઈજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગઈકાલે બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રેલવે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં નટરાજ ફાટક પાસેથી ગત તા. ૧૯/૨/૨૪ ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે નટરાજ ફાટક નજીક પાટડીયા કિશન વિભુભાઈ (૩૦) રહે. સર્કિટ હાઉસ સામે મફતીયાપરા મોરબી વાળો યુવાન રેલવેના ટ્રેક ઉપર સૂતો હતો જેથી કરીને તે ટ્રેનની ઝડપે ચડી ગયો હતો અને આ યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું તા૨૨/૨/૨૪ ના રોજ બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે રેલવે પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં રેલવે પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પિતાનું અવસાન થયેલ છે અને તે ત્રણ ભાઈઓમાં વચેટ છે અને નશો કરવાની તેને ટેવ હતી જોકે, આ બનાવ અકસ્માત છે કે આપઘાત તે દિશામાં હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે

બાઇક સ્લીપ

મોરબીના કાલિકપ્લોટ વિસ્તારમાં રહેતો અંકિત અશોકભાઈ પરમાર (૨૨) નામનો યુવાન મોરબીમાં સરદારબાગ પાછળ મધર ટેરેસા બાજુ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈલ ચિંતામણિ પાસે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં વાઘપરા શેરી નં-૧ માં આવેલ સત્યનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા સુભાષભાઈ નાનજીભાઈ કોટક (૬૫) નામના વૃદ્ધ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને બોલેરો ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને નીચે પટકાવાથી સુભાષભાઈને ઇજાઓ થઇ હતી અને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી






Latest News