મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત ખાતે કેન્સર જાગૃતિ અંગે વર્કશોપ યોજાયો


SHARE







મોરબી જિલ્લા પંચાયત ખાતે કેન્સર જાગૃતિ અંગે વર્કશોપ યોજાયો

ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કેન્સર રોગની જાગૃતિ અર્થે જિલ્લા પંચાયત મોરબી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી કેન્સર નિષ્ણાંત ડો.દિવ્યેશ ગજેરા તથા મેડીકલ કોલેજ મોરબીનાં પ્રોફેસર કોમ્યુનીટી મેડીસીન વિભાગનાં ડો.હિરેન સેખડા દ્વારા પ્રેઝેન્ટેશનનાં માધ્યમથી કેન્સર રોગ થવાના કારણોતેની આર્થિક અસરોશારીરિક અસરોમાનસિક અસરો અને તેની સારવાર વગેરે બાબતોથી સૌને માહિતગાર કર્યા હતા.

આ વર્કશોપમાં મોરબી જિલ્લામાં કેન્સર રોગથી પીડિત દર્દીઓએ પોતાની આપવીતી રજુ કરી હતી. જેમાં કેન્સર રોગની ભયાનકતા વિશે અને તમાકુના વ્યસનનાં કારણે આ રોગને તેઓ પોતે અને પોતાના કુટુંબને મુશ્કેલીનો સામનો કરવો પડે તે વિશે જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ સમગ્ર મોરબી જિલ્લાની જનતાને કોઈ પણ જાતના વ્યસન ન કરવા માટે નમ્ર અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિએ શ્રીમદ ભગવતગીતાના જ્ઞાન દ્વારા લોકોને કોઈ પણ પ્રકારનાં વ્યસનથી દુર રહેવા માટે ખાસ અપીલ કરી હતી. દરેક સરપંચઓને પોતાના ગામમાં પંચાયતની ગ્રામ સભામાં વ્યસનમુક્ત ગામ બને તથા ગામના સરપંચ દ્વારા ગામ લોકોને વ્યસનમુક્તિ માટે સમજાવે તો ગામમાં દર વર્ષે ૫ લોકોને કેન્સર રોગ થતો અટકાવી શકાય તથા ગામમાં તમાકુના વેચાણ અટકાવવા માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ વર્કશોપમાં હાજર રહેલ તમામ પદાધિકારીઓઅધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વ્યસનમુક્તિ અંગેના શપથ લેવામાં આવી હતી. આ કાર્યક્રમની આભારવિધિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે દ્વારા કરવામાં આવી હતી આ વર્કશોપમાં મોરબી તાલુકાના સરપંચઓ તથા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિનાં ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ આબે કર્મચારીઓએ હાજર રહ્યા હતા






Latest News