મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાતના કલા-કારીગરો છવાયા


SHARE











સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાતના કલા-કારીગરો છવાયા

હરિયાણાના ફરીદાબાદમાં તા ૨ થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા ૩૭ માં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળામાં આ વખતે "ગુજરાત રાજ્ય" મેળાની થીમ હતી. મેળામાં ગુજરાતની રંગીન ધરોહર કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી સુરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોએ વિશ્વનો સૌથી મોટો હસ્તકલા મેળો છે. તે ભારતની વિવિધતાઓનો સમન્વય છે અને વિશ્વભરના હસ્તકલાસંગીત અને લયકલા અને સંસ્કૃતિની ઉજવણી છે આ મેળામાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઈન્ડેક્ષ્ટ-સીગુજરાત સરકારના સહયોગથી ગુજરાતના શ્રેષ્ઠ કારીગરોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં પટોળાટાઈ અને ડાય બાંધણીઅજરખ બ્લોક પ્રિન્ટવૂલન શાલખરડ વણાટમશરૂ વણાટકઠપૂતળીટાંગલિયા વણાટમુતવા ભરતઆહીર ભરતકચ્છી મિરર ભરત કામકોપર બેલપારંપરિક મોતીકામચણીયા-ચોળીકલમકારીસ્ટોન કાર્વિગલેધર ટોઈઝબાટિક પ્રિન્ટએપ્લીકમડ મિરર અને મેટલ ક્રાફટ સાથે બીજી ધણી કલાકૃતિઓનુ ઉત્કૃષ્ટ કલા-કસબીઓ દ્વારા નિદર્શન-પ્રદર્શન સહ વેચાણ કરવા આવેલ હતું જેમાં ગુજરાતના પારંપરિક ભવ્યકલા વારસાને ઉજાગર કરવામાં આવેલ છે આ મેળામાં ગુજરાતના કારીગરોએ તેમની ૩ કરોડથી વધુ કિંમતની હાથશાળ-હસ્તકલાની કલાકૃતિઓનુ વેચાણ કરેલ છે આ મેળામાં શ્રેષ્ઠ કલા-કારીગરોના મૂલ્યાંકનમાં ગુજરાતને બે કલામણી એવોર્ડ પંકજભાઈ મકવાણા પટોળા વણાટઅને સુરેશકુમાર ધઈડા- ટાંગલીયા વણાટત્રણ કલાનિધિ એવોર્ડ જખુભાઈ મારવાડા  કચ્છી વુલન શાલહીરાભાઈ મારવાડા ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયા કલમકારી માતાની પછેડી. એક કલાશ્રી એવોર્ડ મહેજબીન પટેલ-ટ્રેડિશનલ મોતિકામ સાથે ગુજરાતના ૬ ઉત્કૃષ્ટ કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કેઆ સમગ્ર મેળાનુ આયોજન અને સંકલન એન.ડી. પરમાર જી.એ.એસ.કાર્યવાહક નિયામકના દિશા સૂચન અને માર્ગદર્શન હેઠળ ઈન્ડેક્ષ્ટ-સી ના આર.એસ. શાહમેનેજર (વર્ગ-૧) દ્વારા કરવામાં આવેલ અને સુરજકુંડ ખાતે જેનું સંચાલન ડૉ.સ્નેહલ મકવાણામેનેજર (માર્કેટીંગ) દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતની હસ્તકલાને ઉજાગર કરવા અને કારીગરોને પ્રોત્સાહિત કરી આ સમગ્ર મેળાની સફળતા માટે પ્રવિણ સોલંકી આઈ.એ.એસ. સચિવ અને કમિશનરકુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ છે






Latest News