જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે પાનની દુકાન પાસેથી સુરતના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો


SHARE











મોરબીના રવાપર રોડે પાનની દુકાન પાસેથી સુરતના ગુનામાં નાસતા ફરતા આરોપીને બોચ્યો

સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા ૧૮ માસથી આરોપી નાસતો ફરતો હતી જે આરોપીની મોરબી જિલ્લા એસઓજીની ટીમે ધરપકડ કરેલ છે અને આરોપીને સુરત પોલીસને હવાલે કરવામાં માટેની કવાયત કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે દરમ્યાન શેખરભાઇ મોરી, આશિફસાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયાને મળેલ બાતમી આધારે સુરત શહેર ડે.સી.બી પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ-૪૦૯, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૩૪, વિ. મુજબ ગુનો નોંધાયો હતો તે ગુનામાં છેલ્લા ૧૮ માસથી નાસતો ફરતો આરોપી વિરલ હીમતભાઈ ઇસ્લાણીયા જાતે સુથાર (૩૩) રહે. રવાપર ઘુનડા રોડ કુળદેવી પાન વાળી શેરી પ્રમુખ રેસીડેન્સી રોયલ પેલેસ-બી બલોક નં-૮૦૨ મોરબી વાળો હાલે મોરબી બાપા સીતારામ ચોકમા આવેલ પ્રકાશપાન પાસે ઉભેલ તેવી હક્કિત મળી હતી જેથી કરીને આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરીને મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે અને આ અંગેની જાણ સુરત પોલીસને કરવામાં આવેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ એમ.એસ. અંસારી તેમજ કે.આર. કેસરીયા તેમજ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, રસીકકુમાર  કડીવાર, મુકેશભાઇ જોગરાજીયા, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, માણસુરભાઇ ડાંગર, આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, તેજપાલસિંહ ઝાલા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઈ લાવડીયા વિગેરે જોડાયેલ હતા.






Latest News