હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે વાડીની ઓરડીમાંથી ૧૫૯ બોટલ દારૂ ઝડપાયો: બે બુટલેગર સહિત ત્રણ આરોપીને પકડવા તજવીજ


SHARE







હળવદના માથક ગામે વાડીની ઓરડીમાંથી ૧૫૯ બોટલ દારૂ ઝડપાયો: બે બુટલેગર સહિત ત્રણ આરોપીને પકડવા તજવીજ

ળવદ તાલુકાના માથક ગામે વટેશ્વરઢોરા વાળી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીની ઓરડીમાંથી દારૂની ૧૫૯ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે  ૫૩,૮૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને બે બુટલેગર અને વાડીના માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજ્બ સ્ટાફ કામ કરી રહ્યો છે દરમ્યાન એલસીબી સ્ટાફના ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, તેજસ વિડજાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, માથક ગામના રાજુભાઇ રણછોડભાઇ કોળી તથા શકિતભાઇ રાજુભાઇ રાજપૂત અમે બન્ને જણા ભાગીદારીમાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને માથક ગામના રહીશ ઓધવજીભાઇ સુખાભાઇ કોળીની માથક ગામથી નવા માથક જવાના માર્ગે વટેશ્વરઢોરા વાળી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો વેચાણ કરવામાં રાખેલ છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૧૫૯ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૩,૮૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને હાલમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઇ રણછોડભાઇ સડાણીયા (કોળી), શકિતભાઇ રાજુભાઇ ગોહીલ (રાજપૂત) અને ઓધવજીભાઇ સુખાભાઇ કુકાવાવા (કોળી) રહે. ત્રણેય માથક તાલુકો હળવદ વાળની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીઆઇ  ડી.એમ. ઢોલની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ. ભોચીયા તથા એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ છે






Latest News