મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા ધમાલ ગલીનું આયોજન


SHARE







મોરબીમાં આગામી રવિવારે બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા ધમાલ ગલીનું આયોજન

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા રવિવારે ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબીના બાળકો સહિતના લોકોને આવવા માટે જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે

આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટીથપોટાયર ફેરવવાછાપું અને ફોટાથી રમવુંલંગડીઆંધળોપાટોકોથળા દોડધમાલિયો ધોકોભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા દ્વારા તા ૧૮ ને રવિવારના રોજ સવારે સાત વાગ્યાથી શનાળા રોડ સ્કાય મોલ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો કોથળા દોડધમાલિયો ધોકોભમરડોલંગડીઆંધળોપાટોમલ કુસ્તીલખોટીસાપસીડીદોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી શકશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ સોનલબેન શાહ, બંસીબેન શેઠ, રસેશ મહેતા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News