મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિકના કારખાનામાથી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરનારા પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના સિરામિકના કારખાનામાથી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરનારા પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી પંથકમાં ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરતી ગેંગને ગઇકાલે મોરબી તાલુકા પોલીસની ટીમે ચોરાઉ ૧૦૩ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે પકડી હતી ત્યાર બાદ હાલમાં મોરબીના નવા જાંબુડિયા પાસે આવેલ સિરામિકના કારખાનામાથી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરવામાં આવી હતી જે બનાવમાં હાલમાં કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના કારખાનામાથી ૨૫ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ જેની કિંમત ૧.૨૫ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરલે છે  

મોરબી તાલુકાના એએસઆઇ જે.પી.કણસાગરાશૈલેષભાઇ બાબુભાઇ પટેલવિજયભાઇ છગનભાઇ ચૌહાણને મળેલ બાતમી આધારે લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાંથી ચોરી કરેલ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇનનો મુદામાલ લઇ બે ઇસમો હિરો હોન્ડા કંપનીના મો.સા નંબર જી.જે ૧૩ જે ૧૩૮૧ કાઈને કેનાલ પાસે વેચવા જતાં હતા ત્યારે સ્ટાફ ત્યાં વોચમાં હતો દરમ્યાન કેનાલ પાસે ત્રણ ઇસમો ઉભેલ હતા અને બે ઇસમો એક બાચકામાં સીરામીકના કારખાનામાં વપરાતી ઇલેકટ્રોક એ.સી ડ્રાઇવ ભરી આવ્યા હતા તે સમયે મોરબી તાલુકા પોલીસની ટીમે પાંચેય ઇસમોને કોર્ડન કરીને બાઇક લઈને આવેલા બે શખ્સોની સઘન પુછપરછ કરતા તેણે હિમસન સીટામીકમાથી ચોરી કરી ઇલેક્ટ્રીક એ.સી ડ્રાઇવ નંગ -૨૫ મેળવ્યા હોવાનું જણાવ્યુ હતું તેમજ પકડાયેલ ઇસમોની પુછપરછ કરતાં અન્ય કારખાનામાથી ચોરી કરીને સંતાડી રાખેલ ૭૮ ઇલેકટ્રીક એ.સી.ડ્રાઇવ કાઢી આપ્યા હતા જેથી પોલીસે ૧૦૩ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ કબજે કરેલ હતો અને બાઇક સહિત કુલ ૬.૦૫ લાખનો મુદામાલ કબ્જે કરેલ હતો

જે તે સમયે પોલીસે ચોરાઉ માલ સાથે જોગુમાઇ અકરમભાઇ બારીયા જાતે આદિવાસી (ઉ.૨૮) રહે. ચારોલી પાળા (એમ.પી), રાકેશભાઇ જાનુભાઇ ખોખર જાતે આદિવાસી (ઉ.૩૫) રહે.  ખોખર ખાદન (એમ.પી), ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા જાતે મેમણ (ઉ.૨૬) રહે. ફુલગલી ખાટકીવાસ શકિત ચોક, જાવીદભાઇ ગનીભાઇ પોણીયા જાતે મુસ્લીમ (ઉ. ૩૩) રહે. કાલીકા પ્લોટ અને મહમદઅલી ગુલામહુશેન કરછી જાતે મેમણ (ઉ.૨૦) રહે. રણછોડનગર-૨ નવલખી રોડ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં આ બનાવમાં મોરબીના નવા જાંબુડિયા પાસે આવેલ હિંસાન કારખાનના માલિક પરમભાઈ અશ્વિનભાઈ ડોરી જાતે પટેલ (૨૫) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના કારખાનામાથી ૨૫ ઇલેકટ્રોક એ.સી ડ્રાઇવ જેની કિંમત ૧.૨૫ લાખના મુદામાલની તા ૩/૧૦ ની રાતથી ૪/૧૦ સુધીમાં ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આદરે પોલીસે ગુનો નોંધીને આરોપીની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News