મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ઠીકરીયાળા ગામે છૂટા છેડાનું મનદુખ રાખીને દીકરીના પિતાને ચાર શ્ખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરનાં ઠીકરીયાળા ગામે છૂટા છેડાનું મનદુખ રાખીને દીકરીના પિતાને ચાર શ્ખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળા ગામે રહેતા આધેડની દીકરીના છૂટા છેડા બાબતે મનદુખ ચાલતું હોય ચાર શખ્સોએ ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને આધેડે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ ચોટીલા તાલુકાનાં ઝીંજુડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાનાં નવા જાંબુડીયામાં રહેતા માલાભાઇ છનાભાઇ પાંચલ (ઉ.૫૦)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીવાભાઇ માલાભાઇ ગોહીલ, ભાનુભાઇ માલાભાઇ ગોહીલ, વિજયભાઇ જીવાભાઇ ગોહીલ અને સંજયભાઇ ભાનુભાઇ ગોહીલ રહે. બધા ઠીકરીયાળા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરીના છુટા છેડા બાબતે તેઓને આરોપીઓ સાથે મનદુખ ચાલતુ હતું જેનો ખાર રાખીને આરોપી જીવાભાઇ માલાભાઇ ગોહીલ તેઓને લાકડાના ધોકાનો ધા પગના સાથળમા મારી ઇજા કરી હતી તેમજ ભાનુભાઇ માલાભાઇ ગોહીલ અને વિજયભાઇ જીવાભાઇ ગોહીલએ તેને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને ત્રણેય આરોપીઓએ ભુંડા બોલી ગાળો આપી હતી તેમજ આરોપી સંજયભાઇ ભાનુભાઇ ગોહીલએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩૫૦૪૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News