વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં આઇ.ટી.આઇ પાસે અજાણ્યા વાહન ચાલકે બે રાહદારી વ્યક્તિને અડફેટે લીધા હતા જેમાથી એકનું ઇજા થવાથી મોત નીપજયું હતુ અને એક વૃધ્ધને પગમાં ગંભીર ઈજા થતા હાલમાં સારવારમાં ખાસેડાયા હતા અને હાલમાં મૃતકના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા શેરી નં-૧૨ રહેતા નવધણભાઇ નારણભાઇ દેકાવાડીયા જાતે કોળી (ઉ.૫૫)એ અજાણ્યા વાહન ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેરાજકોટ વાંકાનેર રોડ પર આઇ.ટી.આઇ પાસેથી તેના ભાઈ રાજુભાઇ ઉર્ફે કાળુભાઇ નારણભાઇ દેકાવાડીયા ઉ.-૫૦ તથા  મણીલાલ માનસીંગભાઇ લોધા (ઉ-૬૦) પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બંનેને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા ત્યારે ફરિયાદીના ભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મણિભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવારમાં લઈ જાણવામાં આવ્યા હતા હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News