મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા-નાની વાવડી વચ્ચે મંદિર પાસે પરિણીત પ્રેમી પંખીડાઓએ વિશપાન કરી કર્યુ અગ્નિસ્નાન : મહિલાનું મોત-યુવાન સારવારમાં


SHARE







મોરબીના બગથળા-નાની વાવડી વચ્ચે મંદિર પાસે પરિણીત પ્રેમી પંખીડાઓએ વિશપાન કરી કર્યુ અગ્નિસ્નાન : મહિલાનું મોત-યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નાની વાવડી અને બગથળા ગામની વચ્ચે આવેલા હનુમાન મંદિર પાસે આજે સાંજે પરિણીત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી દવા પી લીધા બાદ પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરવામાં આવ્યું હતું.જે બનાવની અંદર ભડીયાદ ગામની પરણીતાનું મોત નીપજેલ છે અને ભડીયાદ ગામે જ રહેતા યુવાનને હાલ સારવારમાં ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ ગોજારા બનાવની સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામથી બગથળા જતા રસ્તે આવેલા હનુમાન મંદિર પાસે આજે તા.૧૧ ના સાંજના છએક વાગ્યાના અરસામાં અજુગતો બનાવ બન્યો હતો.જેમાં મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામે રહેતી સંગીતાબેન દેવજીભાઈ પરમાર (ઉમર ૨૯) અને હાલ ભડીયાદ ગામે જ રહેતા અને મિનરલ વોટરમાં કામકાજ કરતા જ્યોતીન્દ્ર રજનીકાંત નાગર (ઉમર ૨૪) નામના બે પરિણીત પ્રેમી પંખીડાઓએ પ્રેમાંધ થઈને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ હનુમાન મંદિર ખાતે પહેલા ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં બંને દ્રારા પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરવામાં આવ્યું હતું.જેથી આ બનાવની અંદર સંગીતાબેન દેવજીભાઈ પરમાર (૨૯) રહે.ભડીયાદ નામની પરણીતાનું મોત નીપજતા તેના ડેડબોડીને પીએમ માટે અત્રીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.તેમજ તેની સાથે રહેલા જ્યોતિન્દ્ર રજનીકાંત નાગરને પણ હાલ સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. હાલમાં આ બનાવ સંદર્ભે સરકારી હોસ્પિટલ ખાતેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલ હોય પોલીસ દ્રારા આગળની તપાહોવાનું જાણવા મળેલ છે. મૃતક પરિણીતા એક સંતાનની માતા હોવાનું સામે આવ્યું છે.






Latest News