મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના જુદા-જુદા વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગે ત્રણ વાહનો જપ્ત કરી દંડની કાર્યવાહી શરૂ કરી


SHARE











મોરબીના જુદા-જુદા વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગે ત્રણ વાહનો જપ્ત કરી દંડની કાર્યવાહી શરૂ કરી

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં વોચ ગોઠવીને બિનઅધિકૃતપણે ખનીજ પરિવહન કરતાં ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર ચોકડી પાસેથી ખાણ ખનીજ વિભાગના અધિકારી જે.એન.કરમુર દ્વારા રેતી ભરીને પસાર થઈ રહેલ ટ્રક ડમ્પર નંબર જીજે ૩૬ યુ ૯૫૮૩ ને અટકાવવામાં આવ્યું હતું અને તેમાં ભરેલા રેતી બાબતે પાસ પરમિટ આધાર પુરાવાઓ માંગવામાં આવ્યા હતા જે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે વાહનને જપ્ત કરીને હાલ એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યુ હતુ.

તે રીતે જ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા જાંબુડીયા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી ખનીજ ભરીને નીકળેલ વાહનને ખાણ ખનીજ વિભાગના જી.કે.ચંદારાણા દ્વારા અટકાવીને વાહનના ડ્રાઇવર અજીત બાબુભાઈ રહે.જાંબુડીયા વાળા પાસે તેના ડમ્પર નંબર જીજે ૩૬ વી ૬૬૨૦ માં ભરેલ ખનીજ અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.જે તેની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે તેનું વાહન પણ જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યુ હતુ.

તેમજ ખાણ ખનીજ વિભાગના જી.કે.ચંદારાણા દ્વારા મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસેથી નીકળેલ વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૧૨૭૪ ને અટકાવીને તેના ચાલક કાંતિભાઈ નૈડાભાઈ ડામોર રહે.મીતાણા તા.ટંકારા વાળા પાસે તેના વાહનમાં ભરેલ ખનીજ અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જે તેની પાસે ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી માટે તેનું વાહન પણ જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.ઉપરોક્ત ત્રણેય બનાવમાં વાહનોમાં ભરેલ ખનીજ દ્રવ્યો સંદર્ભે તપાસ કરીને તે મુજબ દંડ કરવા માટેની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.






Latest News