મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

દેશમાં એક વર્ષમાં ૧૦૮ ગુરુકુળ અને ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા એક લાખ કરોડ વાપરવાની તૈયારી: યોગગુરુ બાબા રામદેવ


SHARE











દેશમાં એક વર્ષમાં ૧૦૮ ગુરુકુળ અને ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા એક લાખ કરોડ વાપરવાની તૈયારી: યોગગુરુ બાબા રામદેવ

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે જે કાર્યક્રમમાં આજે યોગગુરૂ બાબા રામદેવ આવ્યા હતા અને ત્યાં તેમણે ખાસ કરીને વર્તમાન શિક્ષણ વ્યવસ્થા વિશે બહુ મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે આગામી એક વર્ષમાં ૧૦૮ જેટલા ગુરુકુળ સમગ્ર ભારતની અંદર જુદા જુદા સ્થળ ઉપર બનાવવામાં આવશે તેમજ શિક્ષણ વ્યવસ્થામાં ધર મૂળથી પરિવર્તન લાવવા માટે એક લાખ કરોડ વાપરવા સુધીની તૈયારી છે.

મોરબી જિલ્લાના ટંકારા ખાતે મહર્ષિદા સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે અને દરમિયાન બીજા દિવસે યોગગુરૂ બાબા રામદેવજી, કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સહિતના સંતો મહંતો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે ખાસ કરીને સંતો દ્વારા વેદનો પ્રચાર અને પાખંડ ઉપર પ્રહાર માટે જે કાર્ય વર્ષો પહેલા સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવ્યું હતું તે જ કાર્યને વર્તમાન સમયમાં પણ વધુને વધુ વેગ આપવાની જરૂર છે તેવી લાગણી સૌ કોઈએ વ્યક્ત કરી હતી અને ત્યારબાદ સભાને સંબોધન કરતા યોગગુરૂ બાબા રામદેવજીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે તેમાં મુઘલો નો ઇતિહાસ ભણવામાં આવે છે પરંતુ હવે ભારત ની અંદર ભારતીય શિક્ષા પદ્ધતિ અને વેદ શિક્ષા પદ્ધતિનો પ્રચાર વધુને વધુ કરવામાં આવશે અને શિક્ષા અને સંસ્કાર ભારતીય શિક્ષા પદ્ધતિ મુજબ દેવામાં આવશે તેના માટે થઈને દરેક આર્ય પોતાના સંતાનોને ગુરુકુળમાં ભણાવે અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના લંગોટી વાળા જે ચેલાઓ છે તેઓ તેમના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ સાથે આગામી એક વર્ષની અંદર સમગ્ર ભારત દેશની અંદર ૧૦૮ જેટલા ગુરુકુળ કાર્યરત કરશે અને ધરમૂળથી શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે થઈને પ્રયત્નશીલ રહેશે અને આ કાર્ય માટે થઈને એક લાખ કરોડ જેટલી મતદાર રકમ વપરાવાની છે અને તે વાપરવા માટેની તેઓની તૈયારી છે તેવી તેમણે જાહેરાત કરી હતી આટલો જ નહીં પરંતુ જે ચાર વર્ણ વ્યવસ્થાઓ છે જેમાં અજ્ઞાનને દૂર કરે તે બ્રાહ્મણ, અન્યાયને દૂર કરે તે ક્ષત્રિય, જે અભાવને દૂર કરે તે વેશ્ય અને જે અપવિત્રતાને દૂર કરે તે શુદ્ર કોઈ છુત અછુત નથી હોતું આ ચાર વ્યવસ્થાઓ વિશે પણ તેમણે વાત કરી હતી તેમજ દેશને એક સૂત્રથી બાંધવા માટે ખૂબ મહત્વનું મહર્ષિએ કામ કર્યું હતું અને સાંસ્કૃતિક આઝાદીની સાથે સાથે રાજનૈતિક આઝાદી પણ મહર્ષિ દયાનંદ સરસ્વતી તે કરેલા કાર્યો થકી મળી હોવાનો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.






Latest News