મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર તાલુકામાથી ૧૭ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE







મોરબી-વાંકાનેર તાલુકામાથી ૧૭ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા

વાંકાનેર તાલુકામાં પલાસ ગામની ચોકડી પાસેથી દારૂની ૧૨ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા છે તેવી જ રીતે મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસેથી પાંચ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો છે આમ કુલ ૧૭ બોટલ દારૂ સાથે પોલીસે ત્રણ શખ્સોને પકડીને આગળની કાર્યાવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં પલાસ ગામની ચોકડી પાસેથી બાઇક લઈને યુવાન પસાર થતો હતો ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવતા બાઇક ચાલક પાસેથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે વિજય વિનુભાઇ અઘારા જાતે કોળી ઉ.૧૯ અને સંજય રામાભાઇ સારદીયા જાતે કોળી ઉ.૧૯ રહે. કુંતલપુર (કાત્રોડી) વાળાની બાઇક નંબર જીજે ૧૩ એએલ ૦૩૫૮ જેની કિંમત ૧પ૦૦૦ અને ૪૫૦૦ ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે ૧૯પ૦૦ ના મુદામાલ સાથે બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂ ક્યાથી આવ્યો અને કોને આપવાનો હતી તે દિશામાં તપાસ ચાલી રહી છે

મુળ પોરબંદરના કુંભારવાડા શેરી નંબર-૭ હાલે લક્ષ્મીનગર ગામે રહેતા પીયુષભાઇ મહેશભાઇ જોષી જાતે બ્રાહમણ (ઉ. ૩૨) વાળો મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી પાટીયાથી આગળ ચોધારી હોટલ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને ચેક કરતાં શીલપેક વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News