મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૦,૪૮૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૦,૪૮૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના વીસીપરામાં પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓ વચ્ચે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂા.૧૦,૪૮૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

મોરબીના વીસીપરામાં પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓ વચ્ચે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કેશુભાઇ અરજણભાઇ અગેચણીયા જાતે કોળી (ઉ.૫૦), અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી જાતે સીંધી (ઉ.૩૯), સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા જાતે દેવીપૂજક (ઉ.૪૬) અને રાજુભાઇ અરજણભાઇ અગેચણીયા જાતે કોળી (ઉ.૩૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂ.૧૦,૪૮૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ચારને ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર બે બાઇક સામસામે ટકરાયાં હતા જે બનાવમાં સંજીવસિંહ દશરથસિંહ રાજાવત (૪૨), રામકુમાર શિવસિંહ રાજાવત (૪૭) ને તેમજ સામેના બાઇકમાં સવાર સુનિલ હરીનંદનલાલ (૧૯) અને રાજુ મહાવીરસિંહ (૧૯) આમ ચાર લોકોને ઈજાઓ થઈ હોય ચારેયને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જીકીયારી ગામે થયેલ મારામારીના બનાવમાં અશ્વિન કાન્તિલાલ સોલંકી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થતાં સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા મણિલાલ માનસીંગ રજપુત નામનો ૨૫ વર્ષીય યુવાન રાત્રે આઇટીઆઇએ નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં નવા બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજાઓ થતાં અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News