મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર


SHARE







મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેની ફરિયાદ આધારે પકડાયેલા આરોપીમાંથી વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર કરવામાં આવેલ છે જેમાં હાલમાં ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોના મોત થયા હતા જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ ઉપરાંત મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર આમ કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં છ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવેલ છે અને ત્યાર બાદ ઓરેવા ગ્રુપના મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમારે હાઈકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી બાદ હાઈકોર્ટે બંને આરોપીના જામીન મંજુર કર્યા છે જેથી આ ગુનામાં હાલમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ અને કોન્ટ્રાકટર દેવાંગ પરમાર મોરબીની જેલમાં છે






Latest News