મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી વહેલી સવારે સ્કૂલે જતી શિક્ષિકા ઉપર બુકાનીધારી શખ્સનો ધોકા વડે હુમલો: બે શખ્સો સીસીટીવીમાં કેદ


SHARE







મોરબી વહેલી સવારે સ્કૂલે જતી શિક્ષિકા ઉપર બુકાનીધારી શખ્સનો ધોકા વડે હુમલો: બે શખ્સો સીસીટીવીમાં કેદ

એક બાજુ સરકાર મહિલાઓની સલામતીના ગુણગાન ગાઈ રહી છે અને બીજી બાજુ મહિલાઓને ઘરની બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેવો ઘાટ હાલમાં મોરબીમાં જોવા મળી રહ્યો છે કેમ કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપ સીતારામ ચોક પાસે શેરીમાંથી દીકરીની સાથે વહેલી સવારે સ્કૂલે જવા માટે શિક્ષિકા ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવેલ છે અને હુમલો કરીને નાશી ગયેલા બે શખ્સો ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે જો કેઆ બનાવ સંદર્ભે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબીમાં બાપા સીતારામ ચોક પાસે આવેલ એપાર્ટમેંટમાં રહેતી અને ખાનગી શાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી આરતી જસવંતભાઈ છાનીયારા (૩૧) નામની મહિલા તેના દીકરાની સાથે ગઇકાલે તા ૭/૨ ના રોજ વહેલી સવારે પોતાના ઘરેથી નીકળીને સ્કૂલે જવા માટે બાપા સીતારામ ચોક પાસે આવેલ ચાંદની સિઝન સ્ટોર વાળી શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે શેરીમાંથી બુકાની બાંધીને આવેલા એક શખ્સ દ્વારા આરતી કશું જ સમજે તે પહેલા તેના ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યાર બાદ બુકાનીધારી શખ્સ સહિતના બે શખ્સો ત્યાંથી નાશી ગયા હતા

અત્રે ઉલેખનીય છેકે, જે બુકાનીધારી શખ્સ દ્વારા શિક્ષિકા ઉપર હુમલો કરવામાં આવેલ છે તે બંને શખ્સો વહેલી સવારથી જ તે શેરીમાં આંટા મારતા હોય તેવો આસપાસના એપાર્ટમેંટમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે એટ્લે કે કોઈ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા દેખાઈ રહી છે અને મહિલાની ઉપર હુમલાનો જે વિડીયો વાઇરલ થયેલ છે તેમાં પણ હુમલો કરનાર શખ્સ તે મહિલા ઉપર કોઈ વસ્તુ લેવા માટે નહીં પરંતુ વેર લેવા માટે હુમલો કરવામાં આવ્યો હોય તેવું દેખાઈ છે કેમ કેહુમલો કરનારા શખ્સે ધોકા વડે મહિલાને માર માર્યા બાદ બંને શખ્સો ત્યાંથી નાશી ગયા હતા જેથી કરીને ઘટનામાં કઈક બીજું જ રંધાઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને હુમલો કોઈના ઇસરે કરવામાં આવ્યો હોય તો આ બનાવની ફરિયાદમાં કાવતરાની કલમનો પણ ઉમેરો થઈ શકે છે જો કે, હજુ સુધી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાયેલ નથી






Latest News