મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૨૨ ગ્રામ પંચાયતોના નવા બિલ્ડીંગ માટે પ્રભારી મંત્રીને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં ૨૨ ગ્રામ પંચાયતોના નવા બિલ્ડીંગ માટે પ્રભારી મંત્રીને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની રજૂઆત

મોરબી જીલ્લામાં નવી અસ્તિત્વમાં આવેલ અને જૂની આમ કુલ મળીને ૨૨ ગ્રામ પંચાયતોના નવા બિલ્ડીંગ બનાવવા માટે તેમજ માટે તલાટીમંત્રી આવાસ માટે મોરબી જીલ્લાને કુલ ૩૭૪.૦૦ લાખની ગ્રાન્ટ આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને હાલમાં મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરેલ છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા દ્વારા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા, સાંસદ મોહનભાઇ કુંદારિયા અને વિનોદભાઇ ચાવડા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ૧૧ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ અને તલાટીમંત્રી આવાસનું કામ મનરેગા હેઠળ મંજૂર કરવામાં આવેલ છે જો કે, મોરબી જીલ્લામાં માનરેગા હેઠળ કામ થતાં નથી જેથી તે કામની બાકી છે અને નવી અસ્તિત્વમાં આવેલ ૧૧ ગ્રામ પંચાયત આમ કુલ મળીને ૨૨ ગ્રામ પંચાયતોમાં નવા પંચાયત ઘર બનાવવા માટે મોરબી જિલ્લા પંચાયતને કુલ ૩૭૪.૦૦ લાખની ગ્રાન્ટ આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે






Latest News