મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ


SHARE











મોરબી ઝૂલતા પુલ કેસમાં કરાયેલ અરજીની સુનાવણીમાં ભાગ લેવા વિકટીમ એસો.એ કરેલ અરજીને ગ્રાહ્ય રાખતી કોર્ટ

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કલમ ૩૦૨ નો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે અને તેઓને સુનાવણીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે તે માટેની અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામા આવેલ છે અને અરજદારે અગાઉ કરેલ અરજીમાં સુધારો કરવા માટે પરવાનગી આપવી કે કેમ તેની સુનાવણી આગામી દિવસોમાં થશે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં ભોગ બનેલા પરિવારો દ્વારા વિકટીમ એસો. બનાવવામાં આવેલ છે તેના સભ્ય નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીઝર કોર્ટની કલમ ૧૭૩ (૮) મુજબ અરજી કરવામાં આવેલ હતી અને આ કેસમાં વિશેષ તપાસ માટે જે અરજી કરવામાં આવી છે તેની સુનાવણી પેન્ડિંગ છે દરમ્યાન નરેન્દ્રભાઈ નાનજીભાઇ પરમાર દ્વારા તેઓને વિશેષ તપાસ માટે કરવામાં આવેલ અરજીના કામે સુનાવણીમાં ભાગ લેવા દેવામાં આવે તેની પરવાનગી માંગતી અરજી કરવામાં આવી હતી જે અરજીને મોરબી જિલ્લા સેશન્સ કોર્ટના જજ સાહેબે ગ્રાહ્ય રાખેલ છે અને આ કેસમાં વિશેષ તપાસ કરવા દેવી કે કેમ ?, વિશેષ તપાસ માટે ભોગ બનનાર દ્વારા કરેલ અરજીમાં સુધારો કરવા પરવાનગી આપવી કે કેમ ? તેની સુનાવણી આગામી દિવસોમાં થશે તેવી માહિતી વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી મળેલ છે






Latest News