મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે જમણવારનું આમંત્રણ ન આપતા થયેલ માથાકૂટમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર


SHARE







વાંકાનેરના તીથવા ગામે જમણવારનું આમંત્રણ ન આપતા થયેલ માથાકૂટમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજૂર

વાંકાનેર તાલુકાના તીથવા ગામે માતાજીના જમણવારમાં આમંત્રણ નહી આપવા બાબતે માથાકૂટ થયેલ હતી અને તે ગુનામાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા તે બંને આરોપીઓના સેસન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવેલ છે. 

આ કેસની વિગત મુજબ આરોપી ભરતભાઈ ગોવિંદભાઈ અઘારા તથા ગોવિંદભાઈ કાનજીભાઈ અઘારા રહે. બંને તીથવા સામે આઈપીસી કલમ ૩૨૨, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ મારામારીનો ગુન્હો દાખલ થયેલ હતો. જેમાં  એફઆઈઆર ઉપર નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ હતી જેમાં આરોપીઓના એડવોકેટની ધારદાર દલીલોને ધ્યાને લઈ શરતોને આધીન બંને આરોપીની જામીન અરજી કોર્ટે મંજુર કરેલ છે. આ બંને આરોપી વતી વાંકાનેર બાર એસો.ના પૂર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, વિવેક વરસડા, ભગીરથસિંહ જાડેજા તથા વિજય બાંભવા રોકાયેલ હતા.






Latest News