મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્ન પ્રસંગમાં આવેલ વકીલની ગાડીમાંથી સોનાના ચાર તોલાના સેટની ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં લગ્ન પ્રસંગમાં આવેલ વકીલની ગાડીમાંથી સોનાના ચાર તોલાના સેટની ચોરી કરનારા આરોપીની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પવિત્ર હોલ પાસે પાર્ક કરીને મૂકવામાં આવેલ ગાડીનો કાચ તોડીને તેમાંથી સોનાના ચાર તોલાના સેટની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને બનેલા યુવા વકીલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧.૫૩ લાખ થી વધુની ચોરી અને કારમાં નુકશાનની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે ગણાત્રા હોલની બાજુમાં રામનાથ સોસાયટીમાં રહેતા વકીલ કિરીટભાઈ મનસુખભાઈ નિમાવત જાતે બાબાજી (૪૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. ૨૭/૧/૨૪ ના રોજ રાત્રિના આઠ વાગ્યાથી લઈને રાત્રિના ૧૨:૦૦  વાગ્યા સુધી તેઓએ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પવિત્ર હોલના પાર્કિંગમાં તેની કાર નંબર જીજે ૩૭ જે ૫૯૨૪ પાર્ક કરીને મૂકી હતી અને ત્યારે તે કારનો સાઇડનો એક કાચ તોડીને કારમાં ૩૦૦૦ રૂપિયાની નુકસાની કરેલ હતી તેમજ કારમાં રહેલ પર્સમાં રાખવામાં આવેલ ચાર તોલાના સોનાના સેટની ચોરી કરવામાં આવી હતી જેથી કુલ મળીને ૧,૫૩,૯૯૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી ધરમભાઇ જસવંતભાઈ ધાંધીયા જાતે રાજગોર (૨૬) રહે. આશાપુરા ચોકડી મામા દેવના મંદિરની પાસે ગોંડલ જિલ્લો રાજકોટ મૂળ રહે. નોળી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ આ શખ્સ દ્વારા ન માત્ર મોરબી પંરતુ આવી જ રીતે જુનાગઢમાં પણ ચોરી કરવામાં આવી હતી જેથી ત્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેને મોરબીમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી કરીને મોરબી પોલીસે આ આરોપીનો ત્યાંથી કબ્જો કરીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ આરોપીએ ચોરી કરેલ સોનાના સેટને સોનીને આપીને તેની પત્નીના દાગીના છે અને તેને સસ્તામાં જમીન મળી રહી છે જે તેને લેવી છે માટે સોનાના દાગીનાને ઓગાળીને ઢાળિયો બનાવી નાખ્યો હતો જેને પોલીસે હાલમાં કબ્જે લીધેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News