હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પકડાયેલ દારૂના કેસમાં જથ્થો મંગાવનાર ગોંડલના શ્યામ આહીરની ધરપકડ


SHARE











મોરબી નજીકથી પકડાયેલ દારૂના કેસમાં જથ્થો મંગાવનાર ગોંડલના શ્યામ આહીરની ધરપકડ

મોરબી પોલીસ દ્વારા થોડા સમય પહેલા સનાળા પાસેથી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને તેમાં વાહન સાથે જે તે સમયે એક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની તપાસમાં આગળ નામ ખુલતા હાલમાં ગોંડલના એક ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ બે શખ્સોને પકડવા માટે તજવીજ ચાલુ હોવાનું પોલીસે જણાવેલ છે.

આ બાબતે વધુમાં પોલીસસુત્રોની રયપાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા સનાળા ગામ નજીકથી એક વાહન અટકાવીને પકડવામાં આવ્યું હતું અને તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે તે સમયે વાહનના ડ્રાઇવરની માલ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલાને સોંપવામાં આવી હતી.હાલ પીએસઆઇ ઝાલા દ્વારા આ દારૂના કેસમાં શ્યામ ઉર્ફે ભાણો ઘુસાભાઇ ઉર્ફે ઘનશ્યામભાઈ મેતા જાતે આહિર ઉર્ફે શ્યામ આહીર (ઉંમર ૨૩) રહે.રાજનગર જેતપુર રોડ ગોંડલ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂનો જથ્થો વાહનમાં જુનાગઢ તરફ લઈ જવાનો હતો.દરમ્યાનમાં મોરબી નજીકથી પકડાયો હતો અને આ રનિંગ રેડમાં વાહન સાથે જે તે સમયે એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.તેની ઉલટ તપાસમાં હાલ શ્યામ આહીરની દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.જ્યારે હજુ બે ઈસમોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે મોરબી પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

ક્રિકેટ સટ્ટામાં ધરપકડ

મોરબી એ ડિવિઝન પોલીસે થોડા સમય પહેલા મોબાઈલ ઉપર ક્રિકેટ સટ્ટો રમી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને જેતે સમયે રોકડ રકમ તથા મોબાઈલ સહિતનો મુગામાલ જપ્ત કરીને જુગાર અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ગુનાની તપાસમાં હાલમાં પોલીસે વિજય ઉર્ફે બંટી દિનેશભાઈ વડેચા કોળી (૩૪) રહે.આમ્રપાલી ફાટક પાસે મેઇન રોડ ધોળેશ્વર મંદિર નજીક રાજકોટ વાળાનું નામ ખુલ્યું હતું અને મોરબીમાંથી પકડાયેલ ઇસમ આ વિજય કોળી પાસે કપાત કરાવતો હોય લાઈન ઓપરેટર તરીકે આ વિજય કોળીની સટ્ટાના કેસમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રનગરના શૈલેષભાઈ ઘોઘજીભાઈ ઝિંઝુવાડીયા નામના ૪૦ વર્ષના યુવાનને તા.૩૧-૧ ના રાત્રિના આઠેક વાગ્યે વાહન અકસ્માતમાં ઇજા થવાથી સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે જેતપર રોડ ઉપરના રંગપર (બેલા) ગામ પાસે આવેલ સોમનાથ પેટ્રોલ પંપ નજીક બાઇક લઈને જતા સમયે રોડની સાઈડમાંથી આવેલ કાર ચાલકે તેઓને ઠોકર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે શૈલેષભાઈ જીંજવાડીયાને સારવાર માટે ખસેડાયા હતા.જે અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News