સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન


SHARE





મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન

મોરબીના જેતરોડ ઉપર આવેલ બંધ પડેલ સિરામિક કારખાનાનો હાલમાં મોર્ડન પોલિમર્સ નામનું પ્લાસ્ટિકની ચેર બનાવવાનું કારખાનું ચાલુ હતું ત્યાં રોમટીરીયલ તેમજ ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે ગોડાઉનમાં પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકી હતી ત્યાં આગ લાગી હતી અને મોડી રાત્રીનો સમય લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી હાલમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ઇટા મેક્સ નામનું કારખાનું છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યું છે અને તેના શેડને ભાડે આપવામાં આવ્યો હતો અને ત્યાં મોર્ડન પોલીમર્સ નામનું કારખાનું કાર્યરત હતો આ કારખાનાની અંદર પ્લાસ્ટિક દાણાનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકની ખુરશીઓ બનાવવા માટેનું કામકાજ કરવામાં આવતું હતું દરમ્યાન ગુરુવારે રાત્રિના 8:00 વાગ્યા સુધી ત્યાં કામકાજ ચાલુ હતું અને ત્યાર બાદ 8:30 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર કારખાનામાં આગ લાગી હતી અને કારખાનામાં પડેલ પ્લાસ્ટિક રોમટીરીયલ તથા પ્લાસ્ટિકની તૈયાર ખુરશીઓ મૂકી હતી ત્યાં સુધી આગ પ્રસરી ગઈ હતી જે અંગેની કારખાનામાં કામ કરતા શ્રમિકો દ્વારા કારખાનેદારને જાણ કરવામાં આવતા કારખાનેદારે આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.

જેથી ફાયરની ટીમ બે ફાયર ફાઈટર સાથે સ્થળ ઉપર પહોંચી હતી જોકે, આગ વધુ પ્રસરી ગઈ હોવાના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને વધુ બે ફાયર ફાઈટરને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને એકી સાથે ચાર ફાઈટરને કામે લગાડીને કારખાનામાં લાગેલી આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા અને ચાર કલાક જેટલા સમય સુધી સતત પાણીનો મારો ચાલુ રાખીને આગને કાબુમાં લેવામાં આવી હતી જોકે, પ્લાસ્ટિક મટીરીયલની અંદર આગ પ્રસરિ ગઈ હોવાના કારણે હજુ પણ પવન લાગતાની સાથે જ આગ શરૂ થઈ જતી હોવાના કારણે ફાયર ફાઈટર તથા ફાયરની ટીમને સ્થળ ઉપર જ રાખવામાં આવી હોવાનું ફાયર ઓફિસર જયેશભાઈ ડાકીએ જણાવ્યુ હતું

વધુમાં કારખાનેદાર મહેન્દ્રભાઈ આદ્રોજાના જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિક રોમટીરીયલ તથા પ્લાસ્ટિકની તૈયાર ચેરનો જથ્થો જ્યાં પડ્યો હતો તે વિભાગની અંદર આગ લાગી છે જેથી કરીને તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે જોકે, સદનસીબે મશીનરી જે બાજુ મૂકવામાં આવી હતી ત્યાં આગ વધુ પ્રસરી ન હોવાના કારણે મશીનરીમાં પ્રમાણ માં ઓછું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થયેલ નથી.




Latest News