મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની આદર્શ સોસાયટીમાં પ્લમ્બીંગ કામ કરવા માટે યુવાનને ત્રણ શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો


SHARE







મોરબીની આદર્શ સોસાયટીમાં પ્લમ્બીંગ કામ કરવા માટે યુવાનને ત્રણ શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે યુવાનની સાથે ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી અને બાદમાં ગાળો આપીને તેને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી ભાઓગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામ પાસે આવેલ ઘુડની વાડીમાં રહેતા કલ્યાણજીભાઇ ધરમશીભાઇ ડાભી જાતે દલવાડી (ઉ ૩૮)એ હાલમાં ધીરૂભાઇ આહિર, અશ્વિનભાઇ આહિર અને રાજકુમાર રહે. બધા મોરબી વાળની સામે તેને માર માર્યો હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે ધીરૂભાઇ આહિર, અશ્વિનભાઇ આહિર અને રાજકુમારે બોલાચાલી કરી હતી અને બેફામ ગાળો આપી હતી બાદમાં ધીરૂભાઇ આહિરએ લોખંડના પાઇપથી તેમજ અશ્વિનભાઇ આહિર અને રાજકુમારે સેન્ટ્રીંગના લાકડાના ટુકડા વડે આડેધડ મારમારીને પતાવી દેવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે.






Latest News