વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર ગામે મહિલાએ ગળેફાંસો ખાતા મોત


SHARE











મોરબીના લખધીરપુર ગામે મહિલાએ ગળેફાંસો ખાતા મોત

મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લખધીરપુર ગામે રહેતા મંજુલાબેન મોહનભાઈ હડિયલ નામની ૩૯ વર્ષીય મહિલાએ તેમના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેણીનુ મોત નિપજતા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મૃતક મંજુલાબેન માનસિક રીતે અસ્વસ્થ હતા અને છેલ્લા એકાદ વર્ષથી તેઓની જામનગર ખાતે માનસિક બીમારી સબબ દવા ચાલતી હતી દરમિયાનમા કોઇ કારણોસર ગઇકાલે સાંજે આઠેક વાગ્યે મંજુલાબેન અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીનાં રણછોડનગરમાં આવેલ શાંતીવન સોસાયટીમાં રહેતા વિજયાબેન ભગવાનજીભાઈ પરમાર નામની ૩૮ વર્ષીય મહિલાને મારામારીમાં ઇજા થતાં સારવારમાં સિવિલે ખસેડાયા હતા. તે રીતે જ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ હીરાભાઈ ચાવડા નામના ૩૭ વર્ષીય યુવાને પણ મારામારીમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો અને મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર રહેતા જયાબેન વાલજીભાઈ ડાભી નામના ૫૦ વર્ષીય મહિલાને પણ મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.આથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

 






Latest News