મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી


SHARE







મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી

મોરબી પાલિકાને મહાપાલિકાએનો સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા મોરબીના નાગર દરવાજા ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે ઢોલના તાલે ગરબે ઘૂમીને સહુ કોઈને એક મેકના મો મીઠા કરાવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી તેવામાં ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં આજે જે બજેટ રજૂ કરેલ છે તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં બજેટમાં મોરબી સહિત કુલ આઠ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં આ નિર્ણયને આવકારીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જતી મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મોરબી શહેર ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, જયરાજસિંહ જાડેજા, દેવાભાઇ અવાડિયા, પ્રકાશભાઈ ચબાડ, જયોતિસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, દીપકભાઈ પોપટ, કેતનભાઇ બોપાલિયા, નિકુંજભાઈ કોટક, પરેશભાઈ કચોરીયા, નરેન્દ્રભાઈ પોપટ, અલ્પાબેન કકક્ડ, જયશ્રીબેન, જયવંતસિંહ જાડેજા, શૈલેષભાઈ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબીના નાગર દરવાજા ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે ઢોલના તાલે ગરબે ઘૂમીને સહુ કોઈને એક મેકના મો મીઠા કરાવ્યા હતા અને આગામી દિવસોમાં મોરબી ખરા અર્થમાં પેરિસ બની જશે તેવી લાગણી અને વિશ્વાસ સહુ કોઈએ વ્યક્ત કર્યો હતો






Latest News