મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

શાળા સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં કરાઈ


SHARE







શાળા સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં કરાઈ

ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત,આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તી અને આપત્તી વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી ડૉ. ધાર્મિક પુરોહિત દ્વારા બાળકોને આપત્તિ વ્યવસ્થાપન અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમણે ભૂકંપ, પૂર, વાવાજોડું જેવા વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોરબી નગરપાલિકા ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આગ કેવી રીતે લાગે છે? આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? વગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપી હતી. લીડીંગ ફાયર ઓફિસર જયેશભાઈએ લાઈફ જેકેટ, લોખંડની બિલાડી, પાણીમાં તરવા માટેનું લાઈફ જેકેટ વગેરેની કામગીરીની વિસ્તૃત સમજ આપી હતી.






Latest News