મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે કારમાથી ૩૬ બિયર સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







મોરબીના લીલાપર રોડે કારમાથી ૩૬ બિયર સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના લીલાપર રોડ પર આવેલ પાંજરાપોળ પાસેથી પસાર થતી કારને રોકીને એ ડિવિઝન પોલીસ ની ટીમ દ્વારા કારની તલાસી લેવામાં આવતા કારમાંથી ૩૬ બિયર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બિયર સહિતના મુદ્દામાલને કબજે કરીને હાલમાં એક શખ્સની ધરપકડ કરે છે અને તેની પાસે બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તેમજ તે બિયર કોને આપવા માટે જતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ પાંજરાપોળ પાસેથી પસાર થતી સ્વીફ્ટ કારને રોકીને પોલીસે તેની તલાશી લેતા કારમાંથી બીયરના ૩૬ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતના બિયર સહિતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને રવિભાઈ રાજુભાઈ જીલરીયા જાતે બોરીચા ૨૬ રહે. સનાળા બાઇપાસ તુલસી પાર્ક મેઇન રોડ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ બીયરના ટીન ક્યાંથી આવ્યા હતા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બાઇક ચોરી 

મોરબી લીલાપર ચોકડી પાસે આવેલી ડીલક્સ પાન નામની દુકાન પાસે મોરબીના રબારીવાસ શેરી નંબર-૧ ની અંદર રહેતા વિજયભાઈ જીવણભાઈ કરોત્રા જાતે રબારી (ઉમર ૩૦) એ પોતાનુ બાઇક નંબર જીજે ૩૬ એબી ૮૯૧૦ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે માટે હાલમાં ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવી હોવાની વિજયભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ લઈને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News