અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

હળવદના શિરોઇ ગામેથી દેશી દારૂનો ૪૭૫૦ લિટર આથો ઝડપાયો, બુટલેગરની શોધખોળ


SHARE























હળવદના શિરોઇ ગામેથી દેશી દારૂનો ૪૭૫૦ લિટર આથો ઝડપાયો, બુટલેગરની શોધખોળ

હળવદ તાલુકાના શિરોઇ ગામે થોડા દિવસો પહેલા એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલ દેશી દારૂની ભઠ્ઠી ઉપરની રેડના પડઘના ભાગ રૂપે તાજેતરમાં ચાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે ત્યાં હળવદ તાલુકાના શીરોઈ ગામે નદીના કાંઠે વધુ એક દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી છે અને ત્યાથી ગેસનો બાટલો અને દેશી દારૂ બનાવવા માટેનો ૪૭૫૦ લિટર આથો મળી આવ્યો છે જેથી કરીને પોલીસે હાલમાં મુદ્દામાલ કબજે કરીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરે છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા અને જિલ્લાની અંદર દેશી દારૂનું મોટું નેટવર્ક છે અને દારૂનો જથ્થો હળવદ, માળીયા અને ચોટીલા તાલુકામાંથી આવતો હોવાની માહિતી અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે અને થોડા સમય પહેલાં હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં એલસીબીની ટીમ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટેનો આથો તેમજ ગેસના બાટલા સહિતની સામગ્રી મળી આવી હતી જે બનાવના પગલે તાજેતરમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવા આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે આ બનાવની સાહિ સુકાઈ નથી ત્યાં હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં નદીના કાંઠે બાવળની ઝાડીમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવતી હતી ત્યારે ત્યાંથી સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટેનો ૪૭૫૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી ૯૫૦૦ નો આથો અને એક ગેસનો બાટલો આમ ૧૦ હજારના મુદામાલને પોલીસે કબજે કરેલ છે અને આ આથો એભલભાઇ બચુભાઈ કોળી રહે, શિરોઈ વાળાનો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

અકસ્માત 

વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૩ માં રહેતા પિતા-પુત્ર પોતાની એક્સન્ટ કાર નંબર જીજે ૧૦ બીઆર ૧૯૮૬ લઈને રાણેકપર ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે માલધારી હોટલ પાસે આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર એકદમ ઊભું રાખ્યું હતું જેથી પાછળથી આવી રહેલ ફરિયાદ રાઉફભાઇ હાસમભાઇ કાબરા (૪૮) ની કાર ડમ્પર પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા યાકીબ રાઉફભાઇ કાબરા (૨૬) ને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર અર્થે આવ્યા હતા અને કારમાં પણ મોટું નુકસાન થયું હતું હાલમાં રાઉફભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસ દ્વારા કાર ચાલક યાકીબ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










Latest News