ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ગાવ ચલો અભિયાન: મોરબી જીલ્લામાં ભાજપના પ્રદેશના આગેવાન, ધારાસભ્ય, માજી મંત્રીની હાજરીમાં બેઠક મળી


SHARE











ગા ચલો અભિયાન: મોરબી જીલ્લામાં ભાજપના પ્રદેશના આગેવાન, ધારાસભ્ય, માજી મંત્રીની હાજરીમાં બેઠક મળી

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ગા ચલો અભિયાન અંતર્ગત પ્રદેશના આગેવાન સુરેશભાઈ ગોધાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય તથા રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તેમજ જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી એપીએમસીના ચેરમેન ભવાનભાઈ ભાગીયા સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને દરેક મંડલ અને મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ખાસ કરીને આગામી તા. ૧૦ અને ૧૧ ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે ગાચલો અભિયાન હાથ ધરવામાં આવનાર છે તેને લગતી માહિતી અને માર્ગદર્શન તમામ લોકોને આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જુદા જુદા વિસ્તારની અંદર જઈને ત્યાં સરકારની વિવિધ યોજનાઓનો જે લોકોને લાભ મળ્યો છે તેમનો સંપર્ક કરશે, ગામ અને જે તે વિસ્તારના લોકોને સંપર્ક કરશે અને જે વિસ્તારમાં જેમને મોકલવામાં આવશે તેઓ ત્યાં ૨૪ કલાક સુધી રોકાણ કરશે અને પાર્ટી વધુને વધુ મજબૂત બને તેના માટેનું કામ કરશે તેવી માહિતી મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા પાસેથી મળેલ છે






Latest News