રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક ફેકટરીના પાર્કિંગમાંથી દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબી નજીક સિરામિક ફેકટરીના પાર્કિંગમાંથી દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબી હળવદ હાઇવે રોડે આવેલ ઉંચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં રાજસ્થાનથી ટ્રક આવ્યો હતો જેને ચેક કરવામાં આવ્યો ત્યારે તે ટ્રકમાં માટીની આડમાં દારૂ અને બીયર લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂબીયર અને ટ્રક મળીને ૫.૫૭ લાખનો મુદામાલ કબજે કરેલ હતી અને જે બે શખ્સને પકડવામાં આવ્યા હતા તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી-હળવદ રોડ ઉપર ઉચીમાંડલ ગામ પાસે આવેલ મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં પડેલા ટ્રકમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ટાટા ટ્રક નંબર જીજે ૧૦ ઝેડ ૮૦૯૯ ને ચેક કર્યો હતો ત્યારે તેમાં માટીની આડમાં રાજસ્થાનથી દારૂ અને બિયરનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા અને દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ ની ધરપકડ કરેલ હતી અને ટ્રકમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૫૨ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂબીયર તેમજ ટ્રક અને માટી મળીને પોલીસે કુલ ૫,૫૭,૭૫૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આ શખ્સો પાસેથી મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે. મુંગણી ગામ રામ મંદિર પાસે તાલુકો જામનગર અને પ્રભુજી રહે. રાજસ્થાન વાળાના નામા સામે આવેલ છે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી, પાતાળિયાંને સોપવામાં આવી છે જેથી પકડાયેલા બે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના આગામી તા ૧/૨ સુધી એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે






Latest News