ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના પાજ ગામે મહિલાની માલીકીની જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE











વાંકાનેરના પાજ ગામે મહિલાની માલીકીની જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ

રાજકોટમાં દામજી મેપા પ્લોટ ખાતે રહેતા મહિલાની માલિકીની વાંકાનેર તાલુકાના પાજ ગામે જમીન આવેલ છે જે જમીન પચાવી પાડવા માટે થઈને તેના ઉપરોક્ત કબજો કરવામાં આવ્યો છે અને વાવેતર કરી અંગત લાભ લેવામાં આવી રહ્યો છે જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જમીન ઉપર કબજો કરીને દબાણ કરનાર પાજ ગામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં દામજી મેપા પ્લોટ શેરી નં-૫ રામેશ્વર મંદિરની સામેના ભાગમાં રહેતા મંજુબેન જીવણભાઈ ટોળીયા જાતે ભરવાડ (૫૫) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુનુસભાઈ મહમદભાઈ સિપાઈ રહે. પાજ તાલુકો વાંકાનેર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓની માલિકીની પાજ ગામના સર્વે નંબર ૬૩ પૈકી ૨ વાળી હે ૧-૧૪-૩૨ વાળી જમીન પચાવી પાડવાના આશયથી આરોપીએ પોતાનો અનઅધિકૃત કબજો કર્યો છે અને ત્યાં વાવેતર કરેલું છે અને તેના અંગત લાભ માટે થઈને તે જમીનનો ઉપયોગ કરી રહેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ભડીયાદ નજીક રહેતો કપિલ પોપટભાઈ સંતોકી (૩૩) નામનો યુવાન બાઇક લઈને મોરબી નજીકના લાલપર ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે શૈલેષ કાંટા સામે તે રોડ સાઈડમાં ઉભો હતો દરમિયાન કોઈ અજાણ્યા છોટા હાથી વાહન વાળાએ તેને હડફેટે લેતા તેને ડાબા પગના ભાગે ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી બીમારી સબબ નરપતસિંહ મેરૂભા (૬૫) નામના વૃદ્ધને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News