મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથાનું આયોજન


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે રામકથાનું આયોજન

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૭ થી આ રામકથા શરૂ કરવામાં આવશે અને તેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવશે

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળવિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથામાં શિવ વિવાહ, રામ પ્રાગટય, રામ સીતા વિવાહ, ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, યજ્ઞ, રામેશ્વર સ્થાપન જેવા ધાર્મિક પ્રસંગો ધામધુમથી ઉજવાશે અને કથામાં સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના હાજર રહેશે તેમજ જુદા જુદા ગામના આગેવાનો સહિતના શ્રોતાઓ હાજર રહેવાના છે ત્યારે સહુકોઈને આ કથાનો લાભ લેવા માટે જય માતાજી ગૃરુકૃપા સેવા સમિતિ દ્વારા આમંત્રણ પાઠવામાં આવેલ છે આવ્યું છે.

કુબેરનગર
મોરબીના કુબેરનગરમાં આવેલા કષ્ટભંજન હનુમાન મંદિરે ૨૫ માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨ ફેબ્રુઆરીને શુક્રવારે મારૂતિ યજ્ઞ રાખવામા આવેલ છે આ મારૂતિ યજ્ઞ સાથે સવારે ૯:૧૫ કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે ત્યાર બાદ બપોરના ૧:૦૦ કલાકે બીડું હોમવામાં આવશે અને સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે જેનો લાભ ધર્મપ્રેમી જનતાને લેવા માટે કષ્ટભંજન હનુમાનજી મંદિર સમિતિના મહેશબાપુ રામાનુજ અને કાના મારાજએ આમંત્રણ આપેલ છે.






Latest News