મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં કલેક્ટરની હાજરીમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં કલેક્ટરની હાજરીમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરબીના કલેક્ટર જી.ટી. પંડયાની હાજરીમાં ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળાના વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમમાં આવ્યા હતા અને શાળા દ્વારા શિક્ષણમાં અનોખો પ્રયોગ કરી જે વિદ્યાર્થી હાજરી, લેશન, યુનિફોર્મમાં નિયમિત હોય, મંથલી ટેસ્ટમાં પૂરા માર્કસ મેળવતા હોય તેમજ શાળાની છ માસિક અને વાર્ષિક પરીક્ષામાં પૂરા માર્કસ મેળવતા હોય તો તેમને લાલ સ્ટાર આપવામાં આવતા હોય છે અને આવા ૨૫ લાલ સ્ટાર ભેગા થાય તો તે પ્રતિભાવન બાળકોને તેમની પસંદગીના ઈનામો આપવામાં આવે છે સાથે જે બાળકો ગયા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ નંબર પ્રાત કરેલ હોય તેમને શિલ્ડ અને સર્ટીફીકેટ સાથે પસંદગીના ઈનામ કલેક્ટર જી.ટી. પંડયાના હસ્તે આપવામાં આવ્યા હતા. અને ત્યારે કલેકટરે વિદ્યાર્થીઓને જીવનમાં અભ્યાસ પ્રત્યે સજાગ રહેવા અને ધ્યેય હાંસલ કરવાની શીખ આપી હતી. અને ત્યાર બાદ શાળાના ટ્રસ્ટી ટી.ડી. પટેલ શાળાની શિક્ષણપધ્ધતિ અને ઈનામ વિતરણની ટુંકમાં માહિતી આપી હતી. તેવું આચાર્ય એસ.આર. વિરડીયાએ જણાવ્યુ છે






Latest News