મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હોટલ માલિકોએ પથિક સોફટવેર ઇન્સ્ટોલ કરીને આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવા: કલેક્ટર


SHARE











મોરબી જિલ્લામાં હોટલ માલિકોએ પથિક સોફટવેર ઇન્સ્ટોલ કરીને આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવા: કલેક્ટર

મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટૂરિસ્ટો આવતા જતાં હોય છે તેમજ લઘુ ઉદ્યોગોમાં પણ મોરબી શહેર મોખરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડ્યા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંતરાજ્યદેશવિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત આ પથિક’ સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધી અપલોડ કરવાની રહેશે.

આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષક કચેરી,શોભેશ્વર રોડજિલ્લા સેવા સદનની બાજુમાં,એ-વિંગ ત્રીજો માળરૂમ નં.૨૦૬એસઓજી શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે.આ હુકમ તા.૨૪-૩-૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. પથિક pathik-(programme for analysis of travellers and hotel informatics) સોફ્ટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમસોફ્ટવેર કોઈપણ નવી હોટલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે તે સ્થળ પર જવાની જરૂર નથી. પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે તે હોટલની રજીસ્ટ્રેશન લગતી માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદયુઝરનેમ પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકને તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. જેના કારણે માનવ શક્તિનો ઓછો ઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી સમય મર્યાદામાં કોઈ પણ ગુન્હો  બનતો અટકાવી શકાય છે અથવા બનેલ ગુન્હાના કામે ડીટેકશન કરવામાં મહત્વપૂર્ણ કડી સાબીત થઈ શકે છે.






Latest News