મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કરેલ અરજીનો 30 મીએ ચુકાદો


SHARE







મોરબી ઝૂલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કરેલ અરજીનો 30 મીએ ચુકાદો

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં અરજદારોને સાંભળવા, ૩૦૨ ની કલમનો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે થઈને અરજી કરવામાં આવેલ છે જે અરજી બાબતે અગાઉ થયેલ દલીલ બાદ આજે ચુકાદાની રાહ જોઇ રહી હતી જો કે, તે અરજીના કામે આવતી ૩૦ મી તારીખની મુદત પડી છે જેથી આ કેસમાં ૩૦૨ ની કલમનો ઉમેરો અને કંપનીને આરોપી બનાવશે કે કેમ તેના ઉપર સહુની નજર મંડાયેલ છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે, કંપનીને આરોપી બનાવવામાં આવે તેમજ અરજદારોને સાંભળવામાં આવે તેવી વિકટીમ એસો.ના સભ્ય દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જે અરજીની સુનાવણી અગાઉ કરવામાં આવેલ છે જો કે, આજે તેની તારીખ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હતી અને ત્યારે વિકટીમ એસો.ના સભ્ય  તેના વકીલ સહિતના હાજર રહ્યા હતા જો કે, આજે આ કેસમાં ચુકાદો આપવામાં આવેલ નથી આગામી તા ૩૦ મી ની મુદત પડી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું હતું જેથી ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં રકમ જમા કરાવી દેવામાં આવી છે જો કે, મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે, કંપનીને આરોપી બનાવવામાં આવે તેમજ અરજદારોને સાંભળવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે તેવું વિકટીમ એસો.ના વકીલ ઉત્કર્ષભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું છે અને અરજદારોએ કરેલ અરજીના ચુકાદા ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે






Latest News