તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના બાપા સીતારામ ચોકમાં આયોધ્યા જેવો માહોલ, નગર દરવાજા ચોકમાં હૈયે હૈયું દળાઈ તેટલી મેદની ઉમટી: ઠેરઠેર ઉજવણી કરાઇ


SHARE











મોરબીના બાપા સીતારામ ચોકમાં આયોધ્યા જેવો માહોલ, નગર દરવાજા ચોકમાં હૈયે હૈયું દળાઈ તેટલી મેદની ઉમટી: ઠેરઠેર ઉજવણી કરાઇ

ગઇકાલે અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે મોરબીમાં પણ દિવાળી જેવો માહોલ હતો અને ઠેરઠેર લોકો આ કાર્યક્રમને લાઈવ જોઈ શકે તેના માટેના આયોજનો કરવામાં આવ્યા હતા ત્યારે મોરબીના રવાપર રોડે બાપા સીતારામ ચોકમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા લાઈવ અયોધ્યાનો કાર્યક્રમ જોવા માટેનો અને મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ રામભક્તો મોટી  સંખ્યામાં હાજર રહ્યા હતા આ ઉપરાંત સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મોરબીમાં દરબાદ ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતેથી સાંજે શોભાયાત્રા નીકળી હતી અને મોરબીના નાગર દરવાજા ચોકમાં સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને મહાઆરતી યોજાઇ હતી જેમાં હૈયે હૈયું દળાઈ તેટલી મેદની ઉમટી પડી હતી અને મોરબીનો નાગર દરવાજા ચોક જ શ્રી રામના નારા થી ગુંજી ઉઠ્યો હતો

ફ્લોરા-૧૫૮ રામમય

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ફ્લોરા-૧૫૮ ખાતે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ત્યાં રહેતા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શોભાયાત્રા, સામુહિક આરતી અને સમૂહ પ્રસાદનો લાભ સહુ કોઈએ લીધેલ હતો અને સાંજે ધુન ભજન તેમજ સાંસ્ક્રુતિક કાર્યક્રમ રાખવામા આવેલ હતો જેમાં બાળકો દ્વારા દેશ ભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આતિશબાજી કરવામાં આવી હતો

પટેલ કન્યા છાત્રાલય

મોરબીમાં આવેલ પટેલ કન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા ગઇકાલે રામ મંદિર રન પ્રતિષ્ઠા મહોત્સવ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે છાત્રાલયની દીકરીઓએ યજ્ઞ કરીને તેમાં ૧૦૮ આહુતિ આપી હતી તેમજ મંત્ર-જાપ કર્યા હતા અને રામલલ્લાનાં આગામનને કન્યા છાત્રલયમાં આસોપાલવના તોરણ પણ બંધવામાં આવ્યા હતા જેથી કરીને સંસ્થાના પ્રમુખ બેચરભાઈ અને અન્ય ટ્રસ્ટીઓએ દીકરીઓની લાગણીને વધાવી હતી

લીલાપર ગામે શોભાયાત્રા

મોરબીના લીલાપર ગામે ગઇકાલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ લોકો જોડાયા હતા અને આ ગામે પ્રવેશ દ્વારેથી લઈને રામજી મંદિર ચોક સુધી વાજતે-ગાજતે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં જટાયુ દ્વારરામ દ્વારલક્ષ્મણ દ્વારશબરી દ્વાર ઉભા કરાયા હતા અને આખું મંદિર રોશનીથી શણગારવામાં આવ્યું હતું

જુના ઘાટીલા ગામ

માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ગઇકાલે અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથોસાથ જુદાજુદા કાર્યક્રમો રાખવામા આવ્યા હતા જેમાં બપોરે મહાઆરતી અને ૧૯૯૨ માં અયોઘ્યા ખાતે ગયેલા કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પછી ગામમાં શોભાયાત્રા યોજાઈ હતી અને છેલ્લા ગામમાં તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

નાસ્તાગલી વેપારી એસો.

મોરબીમાં નાગર દરવાજાની બાજુમાં આવેલ નાસ્તાગલીના વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને અયોધ્યાના કાર્યક્રમની ખુશીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોરબીમાં આવેલા ઘણા રામ ભક્તો સહિતના લોકોએ લાભ લીધેલ હતો

મોરબી સબ જેલ

સમગ્ર ભારત દેશમાં જુદાજુદા કાર્યક્રમ ગઇકાલે યોજાયા હતા ત્યારે મોરબીની સબ જેલમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા. અને બંદીવાનોએ ભગવાન શ્રી રામની આરતી-પૂજા કરી હતી અને ત્યાર બાદ હનુમાન ચાલીસાના પાનું પઠન કર્યું હતું આ તકે જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તેમજ સ્ટાફ અને તમામ બંદીવાન ભાઈઓ હાજર રહયા હતા

ફ્લોરા હોમ્સ

મોરબીમાં આવેલ ફ્લોરા હોમ્સ ખાતે પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે સામાકાંઠે આવેલા ફ્લોરા હોમ્સ ખાતે ૧૧૧ ફૂટ બાય ૨૫ ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીની વિશેષતા એ હતી કે તે ૨૦૦ કીલો ફૂલોનો ઉપયોગ કરીને રંગોળી બનાવવામાં આવી હતી. અને આ રંગોળી બનાવવા માટે સોસાયટીમાં રહેતા પોલીસ અધિકારીઓસરકારી અધિકારીઓના પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News