મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં દવા પી જવાના બનાવમાં કારણ ખુલ્યું: જાણો અહી


SHARE







મોરબી સબ જેલમાં દવા પી જવાના બનાવમાં કારણ ખુલ્યું: જાણો અહી

મોરબી સબ જેલમાં મર્ડરના ગુનામાં રહેલ સુનીલ લાભુભાઇ કોરડીયા જાતે કોળી નામના ૩૦ વર્ષના કૈદીએ ગત તા.૧૪-૧ ના રોજ વધુ પડતા દવાના ટીકડાઓ ખાઈ લીધા હતા.જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે જાણ કરવામાં આવતા હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.જેમાં તેઓએ રાજકોટ સારવાર હેઠળ રહેલા સુનીલ કોરડીયાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, પોતે મર્ડરના ગુનામાં હાલ જેલમાં બંધ હોય અને હાઇકોર્ટમાં તેણે ત્રણ વખત જામીન અરજી મૂકેલી જે જામીન અરજીઓ કેન્સલ થતાં મારો પરિવાર એકલો છે તેવી માનસીક ચિંતા તેમજ તેને પોતાને પથરીની બીમારી હોય અસહ્ય દુખાવો થતો હોય આવેશમાં આવી જઈને તેણે પથરીની દવા માટેની ટીકડાઓ એકી સાથે વધુ પ્રમાણમાં ખાઈ લીધા હતા જેથી તેને અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.તેમ હાલ પોલીસ તપાસમાં સામે આવેલ છે.

નટરાજ ફાટક પાસે સામસામે મારામારી ઇજાગ્રસ્તો સારવાર 

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકની બાજુમાં આવેલ કેસરબાગ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો. સામસામી મારામારીના આ બનાવમાં ઈજા થતા આશાબેન ગોરસંતભાઈ ડામોર (ઉમર ૮) નામની બાળકીને તેમજ દિનેશભાઈ તેજાભાઈ મેડા (ઉંમર ૨૩) નામના યુવાનને ઇજાઓ પહોંચી હતી.મારામારીમાં ઘવાયેલ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.બાદમાં હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવેલી હોય હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટીયા પાસે આવેલ માલાણી હોટલ નામની હોટલમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા ઓમપ્રકાશ પોખરારામ નામના ૨૨ વર્ષીય યુવાને તા.૨૧ ના વહેલી સવારે ૩:૩૦ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને મોરબીના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News