મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય, મહંત અને પત્રકારોના હસ્તે પ્રસાદનું વિતરણ કરાયું: યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધો માટે કર્યું વિશેષ આયોજન


SHARE







મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય, મહંત અને પત્રકારોના હસ્તે પ્રસાદનું વિતરણ કરાયું: યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધો માટે કર્યું વિશેષ આયોજન

ગઇકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના અયોધ્યાપૂરી રોડે આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સવારે ૧૦ કલાકે ધૂન-ભજન૧૧ કલાકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રસાદ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતુ ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબીના પત્રકારો હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ અને જિગ્નેશભાઈ ભટ્ટ સહિતના સામાજિક અને રાજકીય આગેવાનોના હસ્તે લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ૫૧૦૦ પેટેક પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બપોરે ૧૨:૩૫ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ઘેલાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે ગઇકાલે ઐતિહાસિક પર્વની વૃદ્ધાશ્રમ સહિતના વૃદ્ધો સાથે ઉજવણી કરી હતી. અને ત્યારે મોટી સંખ્યામાં વૃદ્ધો હાજર રહ્યા હતા અને અયોધ્યા ખાતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ સ્કાય મોલ મલ્ટીપ્લેક્સ ખાતે નિહાળીને ધન્યતા અનુભવી હતી. અને ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, વૃદ્ધોએ અયોધ્યાના કાર્યક્રમને લાઈવ જોઇને તેઓના ચહેરા ઉપર જે ખુશી જોવા મળી તે જોઈને અમે તમામ ધન્ય બની ગયા છીએ






Latest News