મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા માનવ મંદિરનું અયોધ્યાના રામ મંદિરની સાથે થયું લોકાર્પણ: સંતો-મહંતો, સાંસદ, માજી મંત્રી સહિતના હાજર રહ્યા


SHARE











મોરબીના ઉમિયા માનવ મંદિરનું અયોધ્યાના રામ મંદિરની સાથે થયું લોકાર્પણ: સંતો-મહંતો, સાંસદ, માજી મંત્રી સહિતના હાજર રહ્યા

ટંકારાના લજાઈ ખાતે નિર્માણ પામેલ ઉમિયા માનવ મંદિરનું અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે લોકાર્પણ કરવામાં આવેલ છે ત્યારે ઉમિયા માનવ મંદિરની સાથોસાથ ઉમાભવન, અન્નપૂર્ણા ભવન અને ઉમા પાર્ટી પ્લોટનું પણ લોકાર્પણ સંતો, મહંતો, સાંસદ, માજી મંત્રી અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને ત્યાં દરિદ્રનારાયણોની પધરામણી કરાવવામાં આવી હતી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પાસે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં મોરબી જિલ્લાના કડવા પાટીદાર પરિવારના ૨૭૪ જેટલા નિરાધાર દરિદ્રનારાયણનો માટે ચોથી જુલાઈ- ૨૦૧૯ થી એંસી જેટલા રૂમ ધરાવતું ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ વાળું ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ઉમિયા માનવ મંદિર નિર્માણાધિન હતું. જેમાં દરેક રૂમમાં એ.સી.પ્રાર્થના હોલ પણ એસી જેમાં વડીલોને સત્સંગ કથા સાંભળવા માટે મોટી એલઈડી સ્ક્રીન,અન્નપૂર્ણા હોલમાં વડીલોને ભાવતા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા,બે લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી દરિદ્રનારાયણનોને પીવા માટેની બેનમૂન વ્યવસ્થા, કેમ્પસમાં જ ઉગાડેલા વાવેલા શાકભાજી, ફળ-ફળાદી પુરા પડવાની વ્યવસ્થા તેમજ કેમ્પસની ઉમા ગૌશાળામાંથી જ છાસ,ઘી,દૂધ વગેરે પુરા પડવાની ઉત્તમ વ્યવસ્થા,પાંચ હજાર વૃક્ષો ધરાવતું,સરોવરના કિનારે ત્રીસ વિઘા જમીનમાં પંદર કરોડ રૂપિયાથી વધુ બજેટમાં તૈયાર થયેલા ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના ૨૭૪ જેટલા દરિદ્રનારાયણોની સંતો, મહંતો સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓની ઉપસ્થિતમાં અયોધ્યા ખાતે મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે પધરામણી કરવામાં આવી હતી

આ પંચામૃત સમારોહમાં સમારોહના અધ્યક્ષ જેરામભાઈ વાંસજાળીયા (પ્રમુખ ઉમિયાધામ સિદસર)ના હસ્તે દિપ પ્રજ્વલન કરીને ડી.એલ.રંગપરિયા (મુખ્ય દાતા)નું સન્માન કરવામાં આવ્યું હતુ ગાંઠીલા અને સિદસર ધામના સમાજ શ્રેષ્ઠીઓ મુખ્ય મહેમાન રહ્યા.સતધામ સુરતનાના સતશ્રી, સ્વામી પ્રેમપ્રકાસદાસજી (સંસ્કારધામ-મોરબી), મહંત દામજી ભગત (નકલંક ધામ-બગથળા), મહંત સોહમદતબાપુ (ભીમનાથ મંદિર), સાંસદ મોહનભાઇ કુંડારિયા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા વગેરે હાજર રહયા હતા આ તકે ગોપાલભાઈ ચારોલા અને સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરાઉમિયા માનવ મંદિરના નિર્માણની સફર વિષેની માહિતી આપી હતી અને ભારતીય સેનાના જ્વામર્દ સૈનિક હરભજનસિંહની દેશભક્તિ અને રાષ્ટ્રભકતિ વિશે વાત કરી હતી,પૂર્વ કલેકટર અને અગ્રણી રાજકીય હસ્તી બી.એચ.ઘોડાસરા તેમજ જેરામભાઈ વાંસજાળીયાએ માનવ મંદિરના નિર્માણને પોતાની આગવી શૈલીમાં ઉદબોધન કરતા વધાવી લીધું હતું અને ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને ભાઈઓને નવી પેઢીને વ્યસનથી બચાવવાની શીખ આપી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News